Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસે રાજસ્થાનનો વાન્ટેડ આરોપી પકડ્યો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) , ના.પો. મહા નિરીક્ષક સા. વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર, જીલ્લા પો.વડા વિજય પટેલ સાહેબનાઓની સૂચનાથી લોકસભા ચૂંટણીને લઈ આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ. જે અન્વયે ના.પો. અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર તથા ડી એન સાધુ સીપીઆઇ શ્રી ખેડબ્રહ્મા ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી. જોશી આ દિશામાં કાર્યરત હતા.

જે દરમિયાન તેઓની ટીમના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વીંછીવાડા પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી દિનેશ ઉર્ફે ચંદુભાઇ કાળાભાઈ ખોખરીયા રહે. હરાવા ફળો, ગામ બોરડી તાલુકો ખેડબ્રહ્મા વાળો મહાધ તરફથી ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે.

જેને પકડવા ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર એવી જોશી તથા સ્ટાફના એસઆઈ નીલમબેન પ્રતાપદાન, અહએકઓ બાબુભાઈ વાલજીભાઈ, અહેકો વિકાસકુમાર હસમુખભાઈ, આપો કો દિલીપકુમાર રણછોડભાઈ, આપોકો વાસુભાઇ ઇન્દુભાઇ, આપોકો અક્ષય કુમાર પોપટભાઈ , ડ્રા.પોકો નીલેશકુમાર પ્રભુદાસ તથા રાજસ્થાનના પાનરવા પોલીસ સ્ટેશનના એસએચઓ અંકિત સામરીયા તથા કર્મચારીઓની સંયુક્ત ટીમ પઢારા ચેકપોસ્ટ નજીક વોચમાં હતા

ત્યારે આરોપી ઈસમ ત્યાં આવી પહોંચતાં તેને પકડી નામઠામ પૂછતાં તેમજ આરોપીએ અને ગુનાની કબુલાત કરતાં આઈ સી જી એસ પોર્ટલમાં તપાસ કરતાં ઉપરોક્ત ગુનામો સંડાવવાલ હોવાનું જણાવતો તેને પકડી અટક કરી વીંછીવાડા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા જણાવેલ. આમ એક વરસથી સ નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખેડબ્રમા પોલીસ સ્ટેશને સફળતા મળી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.