ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે ગાડીમાં લઇ જવાતા પોણા બે લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા તારીખ 15-6-20 ના રોજ ખેડબ્રહ્માના મટોડા ગામ પાસેથી અલગ અલગ બે ગાડીમાં લઈ જવાતા રુ. 1,79,400 નાભારતીય બનાવટના વિદેશી દારૂના સાથે બે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મે. પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા ની સૂચના અનુસંધાને જિલ્લામાં દારુની હેરાફેરી અટકાવવા તેમજ દારૂને લગતા કેસો શોધી કાઢવા સારું કરેલ સૂચના આધારે તેમના માર્ગદર્શન તળે તથા ના.અધિક્ષકશ્રી ડી. એમ. ચૌહાણ ઇડર વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેડ્બ્રમ્હા પો.સ.ઇ શ્રી વી.બી.પટેલ સ્ટાફના એ.એસ.આઈ. વિષ્ણુભાઈ અમરાજી પો.કો. જેન્તીભાઈ ધુળાજી વિગેરે ખેડબ્રહ્મા થી મટોડા તરફ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા
ત્યારે જયંતીભાઈ ધુળાજી ને મળેલ બાતમી આધારે હાઈવે રોડ પર આર્ડેકતા કોલેજ પાસે સવારે 11:00 વાગ્યે નાકાબંધી કરેલ એ દરમિયાન બાતમી મુજબ ની hyundai કંપનીની સફેદ કલરની આઈ ટેન ગાડી નંબર GJ-09-BD 6216 નજીક આવતા નાકાબંધી જોઈ જતા કાર એકદમ યુ-ટર્ન લઇ પાછી મટોડા તરફ દોડાવી મુકી હતી જે ગાડીનો પોલીસે પીછો કરી મટોડા થઈ જાંજવા પાણઈ ગામ તરફ દોડાવેલ પણ જાંજવા પાંણઈ ગામે રસ્તાનું કામ ચાલુ હોય કારચાલકે તેના કબજાની કાર રોડથી નીચે ઉતારી નીચે ખેતરમાં દોડવા લાગેલ ત્યારે બે ઈસમ, પોપટ ગરાસીયા રહેવાસી મોડાસા હાલ રહેવાસી અંબાસા વાળો તથા બીજો એક પિકઅપ ડાલા વાળો જેનું નામ મળેલ નથી તે બે ખેતરમાંથી ભાગી જવામાં સફળ નીવડેલ જ્યારે કારનો ચાલક પકડાઈ ગયેલ જેની તપાસ કરતા તેનું નામ નરશારામ સુજાણારામજી જાતે રબારી ઉંમર વર્ષ 34 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ભીનમાલ, ઉગમણા વાસ, રબારીઓની ઘાણી પાસે જિલ્લો જાલોર રાજસ્થાન બતાવેલ.
અન્ય આરોપીઓ પોપટરામ ઉર્ફે લાલુ ગરાસીયા રહેવાસી મોડાસા હાલ અંબાસાવાળો તથા એક પિકઅપ ડાલા વાળો જેનું નામ જાણવા મળેલ નથી જેઓ આ નાસવામાં સફળ થયેલ.સદર ગાડી ની તપાસ કરતો આ ગાડીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ જાતની બોટલ નંગ 562 જેની કુલ કિંમત 1,26,100 રુ. તથા મોબાઈલ નંગ-૨ કિંમત 2500 તથા ગાડીની કિંમત ત્રણ લાખ મળી કુલ રુ.4,27, 900 રૂપિયા નો મુદ્દામાલ પકડી આરોપીને જેલ હવાલે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના એ. એસ.આઈ લક્ષ્મણભાઈ હીરાભાઈએ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરેલ..
સવારે દારૂની એક ગાડી પકડાયા બાદ બપોરે અઢી વાગ્યાના સુમારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પો.કો જેન્તીભાઈ ધુળાજી ને બાતમી મળેલ કે ખેરોજ તરફથી રાજસ્થાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ એક સફેદ કાર ખેડબ્રહ્મા તરફ આવી રહેલ છે જે આધારે મટોડા પાસે નાકાબંધી કરતો ખેરોજ તરફથી એક honda city સફેદ કાર નંબર GJ -01 -KJ-0189 મટોડા આવી હતી જેને હાથ ના ઈશારે રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી તો તેણે તેનું નામ દેવેન્દ્રસિંહ ઉર્ફે બંટી રણજીતસિંહ સોલંકી ઉંમર વર્ષ 22 રહેવાસી બહેરી, તાલુકો બામણવાસ, જી. સવાઈ માધોપુર રાજસ્થાન. જણાવેલ અને ગાડી ખાલી હતી.
પરંતુ યુક્તિ પ્રયુક્તિ મુજબ પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગતા ગાડીની ઝીણવટ ભરી તપાસ કરતા ગાડી ની સીટમાં ચોર ખાનું બનાવી તથા સીએનજી ગેસ ભરવાના બાટલામાં ચોર ખાવાનું બનાવી અંદર ભારતીય બનાવટ નો અલગ-અલગ ભારતીય બનાવટની વિદેશી દારૂ સીલ પેક બોટલ નંગ 92 જેની કિંમત રૂ 53,300 તથા mobile 1 કિંમત 5000 રૂપિયા તથા ગાડી ની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂ 5,58,300 નો મુદ્દામાલ ઝડપી ગાડી તથા ચાલકની ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની લાવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ શ્રી લક્ષ્મણભાઇ હીરાભાઈ એ પ્રોહીબીશન કલમ અન્વય ફરિયાદ દાખલ કરેલ આ બનાવની તપાસ જે ખેડબ્રહ્મા પો.સ.ઇ.શ્રી વી.બી.બી.પટેલ કરી રહ્યા છે.