ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે ગાડીમાં જતા ત્રણ લાખથી વધુના દારુ સાથે બે પકડાયા
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારુને લગતા કેસો શોધી કાઢવા સારું કરેલ સૂચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન તળે શ્રી ડી.એમ. ચૌહાણ સાહેબ સાથે ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વીબી પટેલ સાહેબ તથા સ્ટાફના જયદીપભાઇ જીતાભાઈ, રાજેન્દ્રસિંહ જશવંતસિંહ વીગેરે પેટ્રોલિંગમાં હતા
ત્યારે સંજય સિંહ કેસરીસિંહ ને બાતમી મળેલ કે ખેરોજ તરફથી એક સિલ્વર કલરની hyundai કંપનીની આઈ-10 ગાડી નંબર જીજે જીરો વન કે એફ 1443 મો વિદેશી દારૂ ભરીને આવી રહી છે એ આધારે મટોડા ખાતે નાકાબંધી કરતો સદર ગાડીને ઉભી રાખવા માટે હાથ કરતો તેના ચાલકે ગાડી ભગાડી રોડની સાઉડમા ઉતારી દેતા અંદર તપાસ કરતિ વિદેશી દારૂની બોટલ નંગ 888 કિંમત 1,47072 રુ.નો મળી આવતા ગાડીની કિંમત બે લાખ તથા મોબાઇલ ની કિંમત 500 રૂપિયા મળી કુલ 3,47,572 રુ. નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મિતેશ ઊર્ફે ઇમરાન કનૈયાલાલ વસાવા ઉમર વર્ષ પચ્ચીસ રહેવાસી ખેડબ્રહ્મામાં પટેલ સોસાયટી વિરુદ્ધ ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિ.બી.પટેલ સાહેબે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી