Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચોરીની દસ બાઈક સાથે રીઢો બાઈક ચોર ગેંગ સૂત્રધાર પકડાયો

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક નીરજ બડગુજર સાહેબની સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ ચૌહાણ તથા સી.પી.આઈ.સાહેબ ખેડબ્રહ્માના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પી.પી.જાની સાહેબ, એ.એસ. આઈ.વિષ્ણુભાઈ, અહેકો રાકેશ કુમાર આ.પો્‌કો. દિલીપકુમાર, પો.કો સુખદેવભાઈ, અપોકો પ્રદિપસિંહ, અપોકો આકાશકુમાર વિગેરે હાઈવે રોડ પર બસ સ્ટેન્ડ પાસે વાહન ચેક કરી શંકાસ્પદ ચેક કરી રહ્યા હતા ત્યારે એક કાળા તથા વાદરી કલર ની ડિસ્કવર ૧૨૫ મોટરસાઇકલ આગળ ની નંબર પ્લેટ અડધી તૂટેલી છે પાછળના ભાગે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ય્ત્ન-૦૭-મ્જી-૮૨૭૬ લખેલ છે.

જે અંગે મોટરસાયકલ ચાલક શ્રવણભાઈ મોડીયાભાઈ ગમાર રહેવાસી માડી તાલુકો કોટડા રાજસ્થાન વાળા પાસે મોટર સાયકલ ની માલિકીના કાગળ માગતા તે ન રજૂ કરી શકતા પોકેટ કોપ મોબાઈલ અંતર્ગત સર્ચ કરતાં સદર મોટર સાયકલ અંગે ઇડર પોલીસ સ્ટેશને મોટર સાઇકલ ચોરીનો ગુનો દર્જ થયેલ હોય મોટર સાઈકલ કિંમત રુ. ૨૦,૦૦૦ વિસ્તારનું ઘણી સીઆરપીસી કલમ ૪૧ (૧)(આઈ) મુજબ કાર્યવાહી કરી અને વધુ તપાસ કરતા પણ શોધાયેલ ત્રણ ગૂન્હાઓ શોધી ૧૦ મોટરસાયકલ કિંમત રુ. ૧,૯૨,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરવામા સફળતા મેળવેલ.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.