ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી કૌશિક મોદીનો વિદાય સમારંભ યોજાયો

ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી કૌશિક ભાઈ મોદી સાહેબની મહેસાણા ખાતે અન્ય વિભાગની ઓફિસ માં બદલી થતા તારીખ 17 ના રોજ સાંજે પ્રાંત અધિકારી કચેરીનાં હોલ માં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલ સાહેબની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો. આ શુભ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ કોંગ્રેસના જીગ્નેશભાઈ જોષી તથા પ્રવિણસિંહ સોલંકી વેપારી મંડળના પ્રમુખ નારાયણભાઇ બારોટ ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ગમાર સાહેબ તથા વિજયનગર તથા પોશીના તાલુકાના મામલતદારશ્રીઓ, પ્રાંત ઓફિસ ના હર્ષભાઈ પરમાર તથા એજ્યુકેટીવ મામલતદાર શ્રી નરેશભાઈ દરજી તથા સ્ટાફના સૌ તથા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ રહેવર તથા ખેડબ્રહ્માના વેપારીઓ તથા અગ્રણીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.