ખેડબ્રહ્મા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનાં દ્વારા ૨૩- ૩- ૨૦૨૨ ને શહીદ દિને સવારે ૧૦ઃ૦૦ ખેડબ્રહ્મા સ્થિત રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ની ઓફિસે શહીદ દિને વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો.
ભારત દેશની આઝાદી માટે અંગ્રેજાે સામે લડત કરી પોતાની જાતની પરવા કર્યા વગર શહીદી વહોરી આ દેશને બલિદાન આપવા વાળા શહીદોને સૌ કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે યુવા મોરચાના શહેર પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધવલ રાવલ,જીમી પટેલ,
કુલદીપસિચૌહાણ, જીગરરાવલ, દીપ રામી વિમલ ચૌહાણ પ્રશાંત ત્રિવેદી, ભાજપ ઉપપ્રમુખ હસમુખભાઈ પંચાલ, સનાતનભાઈ પંડ્યા મહિલા પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી લતાબેન ભાવસાર, નીતાશાહ, વર્ષાબેન પટેલ વિગેરે હાજર રહ્યા હતા.