ખેડબ્રહ્મા ભીલકા તળાવ પાસેના 17 ઝુંપડાનું દબાણ હટાવાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર તથા બસ સ્ટેન્ડ સુધી તથા અંબિકા માતાજી મંદિર પાસે આવેલ ભીલકા તળાવના બ્યુટીફિકેશનની કામગીરી નગરપાલિકા દ્વારા થોડાક વર્ષથી ચાલી રહી છે. આ બ્યુટીફિકેશનની કામગીરી માટે અંતરાય રૂપ બનેલ ઝુંપડા હટાવવા માટે અગાઉ પણ પ્રયત્ન કરેલ જે સફળ થયો ન હતો.
ત્યારે તારીખ ૧૧ જૂન મંગળવારના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા તથા રાજ્ય સરકાર પુરસ્કૃત અમૃત ૨.૦ યોજનામાં ૯૭.૦૭ લાખ ના ખર્ચે તળાવનું કામ કરાયું હતું. પણ તળાવ ફરતે ૧૭ જેટલા ઝુંપડાઓનું દબાણ હતું. તેઓને અગાઉ પણ સૂચનાઓ આપવા છતાં ઝૂંપડા દૂર કર્યા ના હોય ૧૭ તારીખ ના રોજ ખેડબ્રહ્માન નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર, પાલિકા સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સહિત સ્થળ પર જઈ ૧૭ ઝુંપડા હટાવ્યા હતા.