ખેડબ્રહ્મા માં મનિષ કોઠારી દ્વારા મિથીલીન બ્લુ દવાનું નિશુલ્ક વિતરણ
કોરોના કહેર ને કારણે લોકો અને સરકારી તંત્ર પણ ત્રાહિમામ થઈગયા છે. બીજી લહેર માં એક સાથે સમગ્ર દેશમાં કોરોના ના કેસ વધી જતા કોરોના માટે વપરાતા ઇન્જેક્શન તથા દવાઓની તંગી વર્તાવા લાગી છે. કેટલાક લોકો આવા સમયે પણ દવાઓ માં કાળા બજારી કરી વધુ કમાઈ લેવા માં પડેલા છે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ કેટલાક લોકો કાળા બજારી કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ આર.એસ.એસ.જેવી સંસ્થાઓ તથા એવા લોકો પણ છે કે જેઓ પોતાની જાતની ચિંતા કર્યા વગર તથા પોતાના ખિસ્સા ના ખર્ચે લોકોની સેવા કરી રહ્યા છે મફત જમવાનું પહોંચાડી રહ્યા છે તથા ઉકાળા, લીંબુ મોસંબી તથા દવાઓ નિશુલ્ક વિતરણ કરી રહ્યા છે.
ખેડબ્રહ્મા શહેરમાં મનીષ ટેક્સ્ટાઈલ્સ નામની કાપડની પેઢી ધરાવતા મનિષકુમાર સેવંતીભાઈ કોઠારી લાંબડીયા વાળા એક અઠવાડિયાથી કોરોના મહામારીમાં ચોક્કસ રીઝલ્ટ આપતી મિથીલીન બ્લુ દવા નિશુલ્ક આપી માનવસેવા શું કામ કરી રહ્યા છે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે પણ તેઓએ પો.સ.ઇ.શ્રી વી.બી.પટેલ પટેલ સાહેબને દવાનો કોટા આપ્યો હતો.