ખેડબ્રહ્મા માણેકનાથ મંદિરે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પાસે આવેલ રબારી સમાજના માણેકનાથ મંદિરે આજરોજ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મંદિરના મહંત શ્રી મોતીગીરી બાવજીના સાનિધ્યમા ધામધુમપુર્વક ઊજવાયો . ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વેદોનું જ્ઞાન આપનારા ભગવાન વ્યાસ જ હતા જેમની યાદમાં અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાય છે.
પહેલાના જમાનામાં જ્યારે નિશાળો ન હતી ત્યારે લોકો ધાર્મિક આશ્રમમાં રહી ને ધાર્મિક સાંસ્કૃતિક તથા અન્ય શિક્ષણ મેળવતા હતા અને ગુરૂની સેવા કરતા હતા તથા શિક્ષણ મેળવ્યા પછી ગુરુપૂર્ણિમાના દિવસે ગુરૂ પૂજન કરીશ તેમની શક્તિ મુજબ દક્ષિણ આપતા હતા કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુના માધ્યમ વગર ભગવાન પણ મળતા નથી કહેવાય છે કે ભગવાન પણ જો અવતાર લઈ ને આવે તો તેમણે પણ ગુરુ બનાવવા જરૂરી છે
વહેલી સવારથી જ મંદિરમાં ભગવાન પૂજા-અર્ચના કરી ગુરુપૂર્ણિમા ઉત્સવની શરૂઆત કરાવી હતી ખેડબ્રમ્હા વિજયનગર વડાલી ઈડર તથા અન્ય તાલુકાઓમાંથી રબારી સમાજના ભાઈ બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના દરેક લોકોએ શ્રી મોતિગિરિ ગીરી મહારાજ ની તિલક કરી યથાશક્તિ ગુરુદક્ષિણા અર્પણ કરી હતી ગુરુ પૂર્ણિમાના અવસરે આવેલ તમામ લોકોને મંદિરમાં લાડુ સાથે ભોજન પીરસાયું હતું આ ઉત્સવ માટે મંદિરના ટ્રસ્ટીઓએ છેલ્લા ચાર પાંચ દિવસની જહેમત ઉઠાવી હતી.*