ખેડબ્રહ્મા યુવા દ્વારા જાહેર સ્થળે મુકવા જુના બેરલ માંથી આકર્ષક કચરા પેટીઓ તથા સોફા બનાવાયા
ખેડબ્રહ્મા શહેરની યુવા ટીમ દ્વારા જુના ઓઇલ બેરલમાં થી આકર્ષક કચરાપેટીઓ તથા સોફા બનાવી સરાહનીય કામ કર્યું છે. આજના જમાનામાં ઘણા યુવાનો ગમે તેમ કરી સમય વિતાવતા હોય છે ત્યારે ખેડબ્રહ્મા યુવાના યુવાન સદસ્યો ખેડબ્રહ્મા શહેરમાં ગરીબ બાળકોને ભણાવવાનું, સ્ટેશનરી વિગેરે મફતનું આપવાનું, તથા સરકારની સ્વચ્છતા ઝુંબેશ માટે પણ કામ કરવાનું તથા શહેર માટે જરૂરિયાત પ્રમાણે અન્ય કામો આ સંસ્થાનાં યુવાનો કરે છે. નોકરી તથા ધંધા કરતા વ્યસ્ત યુવાનો સમય કાઢી આવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરતાં અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી બને છે જે આજના આધુનિક સમયમાં સરાહનીય કામગીરી છે યુવાનના બ્રિજેશ બારોટ ના જણાવ્યા પ્રમાણે વેસ્ટમાંથી બેસ્ટ કચરાપેટીઓ તથા સોફા બનાવી પ્રથમ પોલીસ સ્ટેશન તથા બસ સ્ટેન્ડે મૂકાશે.