ખેડબ્રહ્મા વોર્ડ નંબર-૬માં ૨૯ લાખના ખર્ચે બનનાર છ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર ૬ માં રુપિયા ૨૯૪૫૮૦૦ ના ખર્ચે બનનાર છ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે અન્વયે ૧. ઘનશ્યામભાઈ પટેલ ના ઘરથી નંદનવન ફ્લેટ સુધીના રસ્તાનું કામ.૨. મહેન્દ્રસિંહ ચંપાવતના ઘરેથી શરદભાઈ પટેલ નગર સુધી
તથા નંદનવન ફલેટ સામે અનસુયાબેન ના ઘર આગળ ના રસ્તા માટે પેવર બ્લોકનું કામ.૩. સુરતી કંપા રોડ થી ઇશ્વરભાઇ મિસ્ત્રી ના ઘર સુધી સી.સી. રોડનું કામ. ૪. લખુભાઈ અપાયા ના ઘરથી થી શરદ પટેલના ઘર સુધી રોડનું કામ.
૫. ડાયાભાઈ ઠાકોર નગર થી કૈલાસબેન જેસીગભાઈના ઘર સુધી સી.સી. રોડનું કામ ૬. વિઠ્ઠલભાઈ સુથારના ઘર થી ઈશ્વરભાઈ પ્રજાપતિના ઘર સુધીનું ઇઝ્રઝ્ર રોડનું કામ.
આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ વકીલ, વોર્ડ નંબર છના સદસ્ય બ્રિજેશભાઈ બારોટ યુવાના બ્રિજેશભાઈ પ્રજાપતિ, અંબિકા બેન સુથાર વિગેરે હાજર રહ્યા હતા.