ખેડબ્રહ્મા શહેરમાં આખલાઓનું દ્વંદ યુદ્ધ થતા લોકોના જીવ તાળવે
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં શેઠ કે.ટી. હાઈસ્કૂલ પાસે સવારના પહોરમાં બે મહાકાય આખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ થતા લોકોના જીવ તાડવે ચોંટી ગયા હતા. અને નાના બાળકો તેમજ દૂધ લેવાવાળા નાસ ભાગ કરતા જોવા મળ્યા હતા.
રાત્રે સમય શાકભાજીવાળા રસ્તામાં શાકભાજી નાખવાથી ખોરાકને લઈને આખલા ઓ યુદ્ધે ચડ્યા તંત્ર દ્વારા પગલાં લે તેવી માંગો ઉઠી જાહેર માર્ગ શાકભાજીનો કચરો ફેકનારની સામે પગલાં લે તેવી જાગૃત નાગરિકોમાં માંગો ઉઠી છે.
બજારમાં મોતનું તાંડવ લઈને ફરતા આખલા યુદ્ધ સવારના પહોરમાં સિનિયર સિટીઝન લોકો ર્મોનિંગ વોકમાં નીકળતા હોય છે ત્યારે તો આવા પ્રકારના હુમલા થી દૂર હટી જવા માટે સક્ષમ હોતા નથી. અને આવા અકસ્માતનો ભોગ બને છે? તો સત્વરે આવા તમામ આખલાઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા આમ જનતાની માગણી છે.