ખેડબ્રહ્મા શહેરમાં ગૌરીવ્રતની ઉમંગભેર ઉજવણી
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આજના આધુનિક જમાનામાં નાના બાળકો ટીવી અને મોબાઈલમાં દિલચશ્પી વધુ લે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ઓછો લે છે અને તેમના જીવનમાં અસરો આપણે જ હાલમાં જોઈ રહ્યા છીએ. હિન્દુ સમાજ અને સંસ્કૃતિમાં બાળકો ધાર્મિક સંસ્કારો કેળવી અને સંસ્કૃતિ અને પ્રકૃતિમાં રસ લે સમાજને સમજે માબાપને માન આપે પર્યાવરણ બચાવે એવા ઉદ્દેશ સાથે વર્ષોથી ઋષિ મૂનિઓએ વ્યવસ્થા કરી રાખેલ છે.
પર્વો અને વ્રત એનો એક ભાગ છે આ વ્રતો પૈકી એક ગૌરી વ્રત છે આ ગૌરીવ્રતમાં ૩ વર્ષથી મોટી કુંવારી બાળાઓ પાંચ દિવસનું વ્રત કરે છે એક ટાઇમ મીઠા વગરનું જન્મે છે દિવસે પછી ભૂખ લાગે તો ફળો અને સૂકો મેવો વગેરે ખાય છે વહેલી સવારે ઊઠી નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી નજીકના મહાદેવના મંદિરે જઈને આ વ્રત શરુ કરે છે મંદિરના પૂજારી દ્વારા બાળકોની પૂજા-અર્ચના કરાવાય છે. વ્રત પૂરું થાય ત્યારે છેલ્લા દિવસે બધી બાળાઓ ભેગી થઇ જાગરણ કરી છે અને વ્રતનું સમાપન કરે છે.*