ખેડબ્રહ્મા શહેરમાં નાગરિક કાનૂન સમર્થન મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજાઇ
ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા શહેરમાં આજરોજ નાગરિક સુધારા કાનૂન 2019 ના સમર્થનમાં ખેડબ્રહ્મા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં ખેડબ્રહ્મા શહેર તથા આસપાસના ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો આવ્યા હતા. આ રેલીમાં હાજર રાષ્ટ્રપ્રેમી લોકોએ રાષ્ટ્રપ્રેમના સૂત્રોચ્ચાર કર્યા હતા. નાગરિક સુધારા કાનૂન 2019 ના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા આ રેલી ખેડબ્રહ્મા હરણાવ નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, રેલ્વે સ્ટેશન, સરદાર ચોક, પેટ્રોલ પમ્પ થઈ પ્રાંત ઓફિસે ગયા હતા જયાં હાજર પ્રાંત અધિકારીશ્રી કૌશિક મોદી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા પ્રખંડ ના ઉપપ્રમુખ શ્રી બાબુભાઇ પરમાર તથા ચેતનભાઈ પટેલે કર્યું હતું આ કાર્યક્રમમા ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાના લોકો, તથા તાલુકાના અગ્રગણ્ય લોકો હાજર રહ્યા હતા.