ખેડબ્રહ્મા શહેર સંપૂર્ણ બંધ રાખી સેનેટાઈઝ કરાયું
ખેડબ્રહ્મા શહેરમાં આજ રોજ તમામ દુકાનો બંધ રાખીને નગરપાલિકા દ્વારા બજારને સેનેટાઈજ કરાયું હતું. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના સંક્રમણ ને કારણે લોક ડાઉનલ દરમ્યાન બંધ બજારોમાં ખેડબ્રહ્મા નાયબ કલેકટર શ્રી કૌશિકભાઈ મોદી સાહેબે થોડાક દિવસોથી ધંધા રોજગાર કરવા માટે અમુક જરૂરી દુકાનો ખોલાવ્યા બાદ વળી તમામ દુકાનો ને ધંધા કરવા માટે છૂટ આપી હતી છતા ખેડબ્રહ્મા શહેરના વેપારીઓએ જાતે જ નિર્ણય લઇ તમામ ધંધા-રોજગાર આખો દિવસ ન ખોલતા સવારે સાત વાગ્યેથી એક વાગ્યા સુધીમાં જ બજાર ખોલવાનો નિર્ણય લીધો હતો તે પછી તમામ ધંધા-રોજગાર શરૂ કરાયા બાદ આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા બજાર બંધ કરાવી ખેડબ્રહ્મા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ બજારને સેનેટાઈજ કરાયું હતું.