ખેડબ્રહ્મા હાઈવે રોડ પર દબાણ દૂર કરાતા વેપારીઓ ફફડ્યા
ખેડબ્રહ્મા શહેરમાં આર.એન્ડ બી. સ્ટેટ દ્વારા હાઈવે રોડ પર દુકાન આગળ કરાયેલ દબાણો આજરોજ કરાતો વેપારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી છેલ્લા બે માસથી વધુ સમયથી ખેડબ્રહ્મા આર.એન્દ્વાડ બી.દ્વારા હાઈવે રોડ ની બન્ને સાઈડે દુકાન ધારકોએ પતરાના શેડ, સિમેન્ટના ઓટલા, લોખંડની સીડીઓ લગાવી દબાણ કરેલ હતુ,
જેમને બે-ત્રણ વાર નોટીસ આપવા છતાં પણ આવા દબાણ દૂર કર્યા ના હોય આજરોજ ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ નો સ્ટાફ, નગરપાલિકા, સીટી સર્વે વિગેરેનો સ્ટાફ સ્થાનિક પોલીસના બંદોબસ્ત હેઠળ આજ સવારથી જ દ્ઘષ્ઠહ્વ તથા ટ્રેકટરો લઈ દબાણ દૂર કરવાનું શરૂ કરેલ અમુક વેપારીઓ અને જાતે જ વધુ નુકસાન ન થાય તે રીતે આવા દબાણ દૂર કર્યા હતા જ્યારે અન્ય લોકોના દબાણ તંત્રે જીસીબી ટ્રેક્ટર ની મદદથી દૂર કર્યા હતા આ દબાણો દૂર કરતાં વેપારીઓમાં ફફડાટ મચી ગઈ હતી અને લોકો ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા.
આભાર – નિહારીકા રવિયા