ખેડવા ગામે શાળા તપાસણી કાર્યક્રમ ધારાસભ્ય અશ્વિનભાઈના હસ્તે આરંભાયો
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે ખેડબ્રહ્મા વિજયનગર ના ધારાસભ્ય મા.શ્રી અશ્વિનભાઈ કોટવાલના ના હસ્તે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આરંભાયો. આ શુભ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી આનંદભાઈ લેબોલા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નેતા ભાઈ તથા તાલુકા સદસ્ય શ્રી રામભાઈ તેમજ ગામના સરપંચ શ્રીમતી મણીબેન હાજર રહ્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજેશ પટેલ ના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી આર.ડી ગોસ્વામીના અધ્યક્ષપણા હેઠળ સમગ્ર તાલુકાની કુલ 437 સંસ્થાઓના 56,825 બાળકોની આરોગ્ય તપાસણી કાર્યક્રમ કુલ ૪૫ દિવસમાં તપાસ કરાશે.
સમારંભમાં હાજર રહેલ મુખ્ય મહેમાન માનનીય ધારાસભ્ય તથા હાજર રહેલ તમામ મહેમાનોનુ ડાયાબિટીસ ચેક કરવામાં આવેલ હતું.. મુખ્ય મહેમાન શ્રી કોટવાલ સાહેબે જણાવેલ કે તમામ સગર્ભા બહેનો એ ડીલીવરી ઘરે ન કરાવતો સંસ્થાકીય સુવાવડ કરાવવી,શાળા આરોગ્ય ચકાસણીનો તમામ બાળકોની તપાસ કરાવશો. અને અંધશ્રદ્ધા ન રાખવા જણાવ્યું હતું. ડાૅ. આર.ડી. ગોસ્વામી,તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમગ્ર કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.