ખેડામાંથી 4 ટ્રકો ખાણ ખનીજ વિભાગે પકડી પાડી ૧.૨૦ કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે રાત્રિ ચેકિંગ દરમિયાન વધુ ચાર ટ્રક ને બિનઅધિકૃત રીતે ખનીજ સામગ્રી હેરાફેરી કરતી પકડી પાડી દંડની કાર્યવાહી હાથ ધરી છે
આ અગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી મેહુલ દવે ની દોરવણી હેઠળ કામ કરતી ટીમે આકસ્મીક રાત્રી ચેકીંગના આદેશ આપ્યા હતા જેથી ખેડા ખાણ ખાણ ખનિજ વિભાગ ના કે.કે. વ્યાસ, કે.એસ.સોની, બી.વી. સાધુ તથા સિક્યોરિટી ટીમ દ્વારા રાત્રી દરમ્યાન ખનિજના બિન-અધિકૃત ખનન/વહન/સંગ્રહ સબબ જિલ્લાભરમા આકસ્મીક ચેકિંગ હાથ ધરી હતી
જે દરમ્યાન કુલ-૦૪ ટ્રક બિન-અધિકૃત ખનિજ વહન કરતા પકડાઈ ગઈ હતી , જે પૈકી ૦૨ ટ્રક કાર્બોસેલ (કોલસો) રોયલ્ટી પાસ વિના તદ્દન બિન-અધિકૃત અને ૦૧ ટ્રક બ્લેકટ્રેપ રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા મહેમદાવાદ- ખેડા રોડ ખાતેથી પકડાઈ હતી જેને સીઝ કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશન મુકવામા આવેલ છે,
જયારે ૦૧ ટ્રક બ્લેકટ્રેપ ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતુ ખેડા-ધોળકા રોડ પરથી પકડાયેલ જેને સીઝ કરી ખેડા પોલીસ સ્ટેશન ખાતે મુકી છે આમ કુલ-૦૪ વાહનો પકડી આશરે ૧ કરોડ ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે