Western Times News

Gujarati News

ખેડામાં યોજાનાર તાલુકા સ્‍વાગત કાર્યક્રમ માટે અધિકારીઓની નિમણુંક અધિકારીઓ સ્‍થળપર પ્રશ્‍નોનો હકારાત્‍મક ઉકેલ કરશે

નડિયાદ: તાલુકા સ્‍વાગત કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા ખેડા જિલ્‍લાના તમામ તાલુકાઓમાં દર માસે યોજાતા તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં નાગરિકોમાં જાગૃત્તિ લાવવા તેમજ ગરીબ અને વંચિત નાગરિક પોતાના પ્રશ્‍ન રજુ કરી ન્‍યાય મેળવી શકે તે માટે અધિકારીઓ તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં હાજર કરી લોકોના પ્રશ્‍નો રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.

તદ્અનુસાર તા. ૨૭-૧૧-૧૯ ના રોજ કલેકટરશ્રી મામલતદાર કચેરી, મહેમદાવાદ ખાતે, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ગાર્ગી જૈન વસોમાં, પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્ર ગળતેશ્વરમાં, આસિસ્‍ટન્‍ટ કલેકટરશ્રી કપડવંજ કઠલાલ ખાતે, નાયબ વન સંરક્ષક માતરમાં, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ખેડામાં, નાયબ કલેકટર (જ.સુ) ઠાસરામાં, નાયબ કલેકટર,મહુધા મહુધામાં, જિલ્‍લા પુરવઠા અધિકારી નડીઆદમાં અને નાયબ કલેકટર (મભયો) કપડવંજમાં ઉપસ્‍થિત રહી લોકોના પ્રશ્‍નો સાંભળશે.

તાલુકામાં અગાઉ સંબંધિત કચેરીએ પોતાની રજૂઆત / ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્‍નો રજુ કરવા નાગરિકોને જણાવાયું છે. આ કાર્યક્રમમાં ન્‍યાયીક તુલ્‍ય બાબતો, કોર્ટ મેટર, સ્‍ટે (મનાઇ હુકમ) અપીલો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી પેન્‍શન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતો નો સમાવેશ કરવામાં આવશે નહીં. એમ નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.