ખેડામાં ૩.૬૫ લાખ વ્યક્તિઓએ અત્યાધુનિક મોનિટરીંગ રૂમની મુલાકાતનો કાર્યક્રમ નિહાળ્યો
વડાપ્રધાનશ્રી મોદીએ રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી
ખેડા જિલ્લામાં અંદાજે ૩.૬૯ લાખ વિદ્યાર્થીઓ /વાલીઓેએ કાર્યક્રમ નિહાળ્યો.વડાપ્રધાનશ્રી મોદીએ ગઈકાલે સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા.
આ સાથે સમગ્ર રાજ્યના પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના છાત્રો, શિક્ષકો, વાલીઓ તેમજ આગેવાનો યુ-ટયુબ, બાયસેગ, વંદે ગુજરાત ચેનલ, દૂરદર્શન તથા અન્ય માધ્યમ મારફતે સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના ૩.૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો વિગેરે જોડાયા હતા અને આ સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો હતો.
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ, રાષ્ટ્રીય નીતિ અન્વયે થયેલાં કાર્યો, સ્કુલ ઓફ એક્સિલન્સ, ટેકનોલોજી તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા કામો વિગેરે બાબતે વડાપ્રધાને નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં તથા સાત મહાનગર પાલિકાઓમાં દરેક જગ્યાએ એક-એક સ્થળે સામૂહિક કાર્યક્રમ નિહાળવાનું આયોજન પણ થયું હતું.
વડાપ્રધાનશ્રીની ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતના ભાગરૂપે ગઈ કાલે સાંજે ૬.૦૦ કલાકે શિક્ષણ વિભાગના ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. સદર કાર્યક્રમ બાયસેગ, યુ-ટયુબ તથા દૂરદર્શન જેવા અન્ય માધ્યમોથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સેંટ મેરીસ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઈ પટેલ સહિત શિક્ષકમિત્રોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.
વડાપ્રધાનશ્રીની શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર, ગાંધીનગરની મુલાકાતને ખેડા જિલ્લાની સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ તથા સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા અન્ય લોકો દ્ધારા બાયસેગ, યુ-ટયુબ તથા દૂરદર્શન/ અન્ય માધ્યમો થકી નિહાળવામાં આવ્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રજાજનો કુલ ૮૨,૦૦૯ વ્યક્તિઓ, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની કુલ ૨,૮૩,૯૮૩ તથા નગર શિક્ષણ સમિતિ હસ્તકની કુલ ૩૯૪૬ વ્યક્તિઓએ સદર કાર્યક્રમ નિહાળ્યો. આમ, અંદાજે કુલ ૩,૬૯,૯૩૮ વ્યક્તિઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.