ખેડા આતરસુંબામાંથી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ઇસમ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, હાલમાં ચાલી રહેલ IPL ૨૦-૨૦ ક્રીકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના શોખીન માણસો ગમે ત્યાં ગમે તે જગ્યાએ ઓનલાઇન / ઓફલાઇન જુગાર રમતા રમાડતા હોય છે . જેથી આવી બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ રાજેશ ગઢિયા પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે
તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં આવી બદી નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા .૧૦ / ૦૪ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત તથા એ.એસ.આઇ. ભગવાન ,
અ.હેડકો . મહેશભાઇ , અ.હેડ.કો મહાવીરસિંહ , અ.પો.કો રણજીતસિંહ , પો.કો કેતનકુમાર વિગેરે નાઓ કપડવંજ ટાઉન પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડકો . મહાવિરસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આતરસુંબા કુવાવાળી ફળીમાં રહેતા
મેહુલકુમાર ઉર્ફે ભુરીયો અતુલભાઇ પરીખ નાઓના મકાનમાં બીજે માળે રેઇડ કરતા સદરી ઇસમ પોતાના મોબાઇલ ઉપર કોલકાતા વિરુદ્ધ દિલ્લી ની ચાલી રહેલ IPL ૨૦-૨૦ ક્રીકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડતા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૮૦૦૦ / – તથા રોકડા રૂ . ૭૦૦ / – મળી કુલ્લે રૂ .૮,૭૦૦ / -નો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમવાના સાધનો સાથે સ્થળ ઉપરથી ઝડપી પાડી તેની વિરુદ્ધ હે.કો. મહેશભાઇ નાઓએ જુગારધારા કલમ ૪,૫ મુજબ આતરસુંબા પો.સ્ટે ગુનો રજી.કરાવેલ છે .