ખેડા કલેક્ટર વય નિવૃત્તિ પુર્વે વડતાલ મંદિરમાં સંતોના આશીર્વાદ મેળવ્યા

ખેડા જીલ્લા કલેક્ટર આઈ કે પટેલ સાહેબે વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી ; ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ અવસરે વડતાલ મંદિરના મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ આઈ કે પટેલ સાહેબની કોરોના અન્વયેની કામગિરિ બિરદાવીને સાફો પહેરાવીને – શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)