ખેડા ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ
સવારે ૧૦.૩૦ કલાકે જે.એન્ડ જે. સાયન્સ કોલેજ – નડિયાદ, જિ.ખેડા ખાતે જિલ્લા
કક્ષાનો મેગા જોબ ફેર તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જે. એન્ડ જે. સાયન્સ કોલેજ – નડિયાદ, જી.ખેડા ખાતે જીલ્લા કક્ષાનાં રોજગાર ભરતીમેળા તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં વિવિધ ક્ષેત્રનાં ૩૦થી વધુ નોકરીદાતાઓ હાજર રહેશે, જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ધો.૧૦ પાસ કે તેથી વધુ ભણેલા, આઈ.ટી.આઈ પાસ તથા સ્નાતક – અનુસ્નાતક ડિપ્લોમા ઉમેદવારોની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ મેગા જોબ ફેરનું આયોજન અનુબંધમ પોર્ટલ પર કરવામાં આવેલ હોય ઉક્ત પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી ભરતીમેળામાં ભાગ લેવાનો રહેશે.
ઉમેદવારો www.anubandhm.gujarat.gov.in/home ની વેબસાઈટ દ્વારા અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે અને આ મેગા જોબ ફેરમાં ભાગ લઇ શકશે. આ મેગા જોબફેરમાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે.
આ મેગા જોબફેરમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે,
જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ
(૧)શાળા છોડયાનું પ્રમાણપત્ર
(૨)ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ
(૩)જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
(૪) આધાર કાર્ડ ની નકલ
(૫)વધારાની લાયકાતની માર્કશીટ
તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ સાથે હાજર રહેવું.