Western Times News

Gujarati News

ખેડા ખાતે તાલુકા કક્ષાનો મહિલા માટે ઔદ્યોગિક ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા તા. ૨૮-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
યુ.ટી.એસ મહિલા આર્ટસ કોલેજ નડિયાદ, ખેડા ખાતે તાલુકા કક્ષાનો મહિલા માટે
ઔદ્યોગિક ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા. ૨૮-૦૪-૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યુ.ટી.એસ મહિલા આર્ટસ કોલેજ, નડિયાદ જી.ખેડા ખાતે તાલુકા કક્ષાનાં મહિલા માટે ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં વિવિધ નોકરીદાતાઓ હાજર રહેશે, જેમનાં દ્વારા ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતી ધો.૧૦ પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતી ફક્ત મહિલા ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેથી ઉક્ત પાત્રતા ધરાવતી તમામ ખાલી મહિલા ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે.

આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ (૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ (૩) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય
તો) (૪) વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે હાજર રહેવું એમ ઈ.ચા.પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

જિલ્‍લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.