ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા લોહીની તપાસની હરીફાઈ યોજવામાં આવી
ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મહિલા અને બાળ વિકાસ યોજના અને ગળતેશ્વર આરોગ્ય દ્વારા ગળતેશ્વર તાલુકાની ૧૫ થી ૧૮ વર્ષેની કિશોરીઓની લોહીની તપાસની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે રીટાબેન બુધાભાઈ કચ્છી ઠાકોર, રહે:- નવી નગરી, ૧૨:૫% બીજા નંબરે રાવલ અંજનાબેન જીતેન્દ્રભાઈ રહે:- બલાઢા, ૧૨%, ત્રીજા નંબરે સૈયદ શબનુંરબાનુ મહંમદ શફી, રહે:- માલવણ, ૧૨% સાથે ૧ થી ૩ નંબરને મહિલા અને આરોગ્ય વિભાગ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં નિકિતાબેન શાહ, તથા આઈ.સી.ડી.એસ સ્ટાફ તથા ગળતેશ્વર આરોગ્ય વિભાગનો સ્ટાફ દ્વારા હાજર રહી હરીફાઈ યોજવામાં આવી હતી.