ખેડા જિલ્લાના જીજરમાં મુસ્લિમ સમાજનો ભવ્ય સમુહ લગ્ન યોજાયો

મહેમદાવાદના જીજરમાં મહેમદાવાદ સેવા પરિવાર તેમજ ચીસતીયા ખીદમત કમેટી નડિયાદના સહિયારા પ્રયાસોથી મુસ્લિમ સમાજનું સમૂહલગ્નનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.જેમાં ૨૧ જોડાઓએ ભાગ લઈ લગ્નજીવનની શરૂઆત કરી હતી. કમિટી તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગલ જોડાઓને ઘર વપરાશના સમાન ઉપરાંત અનેક ભેટ સોગાતો આપી હતી. ત્યાં પધારેલા હજારો લોકો માટે જમવાની સારી સગવડ તેમજ બીજી અનેક સુવિધાઓ કમેટી દ્વારા કરવામાં આવી હતી. તેમજ ત્યાં આજુબાજુના વહેપારીઓએ પોતાની દુકાનો લગાવી મેળા જેવું આકર્ષણ જમાવ્યું હતું.