ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વરમાં અનેક લોકો આપમાં જાેડાયા

નડીયાદ: ગુજરાતમાં આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં બહુ મોટા ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બે મોટા પક્ષની સાથે સાથે ધીમે ધીમે ત્રીજાે મોટો પક્ષ આપનો પગ પેસારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં આપ પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે. આ સાથે ઠાસરા અને ગળતેશ્વર પંથકમાંથી બહોળી સંખ્યામાં લોકો આપ પક્ષમાં જાેડાતાં વાતાવરણ ગરમાયું છે.
દિલ્હી જેવી ફ્રી સુવિધા જેવીકે ફ્રી વિજળી, ફ્રી પીવાનું પાણી, ફ્રી શિક્ષણ તથા વહીવટી પારદર્શિતા, પ્રજાલક્ષી કાર્યો સંપન્ન કરવા તેમજ આમ આદમી પાર્ટીનો ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીમાં બહુમત મેળવવા મેદાનમાં ઉતરી છે. જેના કારણે આ પક્ષનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઠાસરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અમદાવાદના હરિશ કોઠારી, આપના ઓબઝર્વર વિજય આચાર્ય, ખેડા જિલ્લા મહા મંત્રી સમીર પઠાણ સાથે એક બેઠક મળી હતી. જેમાં ડાકોર શહેર અને ઠાસરા તેમજ ગળતેશ્વરના કાર્યકર્તાઓ ઘ્વારા જન સંવેદના યાત્રાનો કાર્યકમ ગુજરાતના દરેક નગરોમાં કરવા આ બેઠક યોજવામાં આવી રહી છે.
આ બેઠક દરમિયાન આ પંથકના હજારો લોકો બહોળી સંખ્યામાં આપ પક્ષમાં જાેડાયા હતા. આમ અહીંયા વાતાવરણ ગરમાતા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.