ખેડા જિલ્લાના ઠાસરા ખાતે BoI બેંકનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ
ખેડા :ખેડા જિલ્લાના ઠાસરા (Thhasra, Kheda District, Gujarat) ખાતે પ્રાપ્ત વિગત અનુસાર ગઈરાત્રે તા.૦૫-૦૬-૧૯ રાત્રે ૨.૩૦ કલાકે ઠાસરા તાલુકા મથકે આશાપુરી મંદિર પાછળ આવેલ બેન્ક ઓફ ઈન્ડિયાના એ.ટી.એમ (Bank of India ATM) તોડવાનો પ્રયાસ કર્યો હતો. આવનાર દિવસોમાં ઈદે મિલાદના તહેવારને લીધે મુસ્લિમ યુવકો જાગરણ કરી રોશની સજાવટ કરી રહ્યા હતા. તે સમયે જી.આર.ડી જવાનોની બુમાબુમ થતા મુસ્લિમ મોટા સૈયદવાળાના યંગ યુવકો દોડી તકસરોને પકડી પોલીસને સોંપ્યા અને પોલીસની કામગીરી મદદરૂપ બની ખડે પગે રહ્યા હતા.
આરોપી કિરણભાઈ દિનેશભાઇ રાઠોડ તથા અન્ય ૩ આરોપી મળી એ.ટી.એમ તોડવા ઘુશ્યા હતા. તે દરમિયાન બુમાબુમ થતા ત્રણ બત્તી પાસેથી મુસ્લિમ યુવકો ઈદેમીલાદના તહેવારની રોશની સજાવટ કરી રહ્યા હતા અવાજ સાંભળતા પંદરથી વિસ યુવકો દોડી આવ્યા હતા. ઠાસરા ખાતે સુરક્ષા હેતુ રાતના કોઈ ઘટના ના બને તે માટે દરેક જગ્યાએ પોઇન્ટ મુકવામાં આવે છે. ત્યારે જી.આર.ડી જવાનો કેટલી જગ્યાએ પથારી વશ પડ્યા રહેતા હોય તેવા આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે.
એટીએમ તોડી નાશી ચૂંટેલા તસ્કરો કન્યાશાળામાં સંતાતા સ્થાનિક યુવકોએ પકડી પડ્યા હતા. આરોપી ઠાસરાના લક્ષ્મીપુરા ગામના હોવાનું ખુલવા પામ્યું છે. અને અન્ય આરોપી નાશી છૂટ્યા હતા. ઘટના દરમ્યાન આરોપીઓને પકડીને લઇ જતા જમાદાર ખેંગર ભાઈ ઇજા પામ્યા હતા.
બીજા ત્રણ આરોપીની તપાસ હાથ ધરાઈ છે. તેઓને તાત્કાલિક ઠાસરા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પણ હાલત નાજુક હોવાથી નડીઆદ સિવિલ ખાતે લઈ જવાયા હતા.જેમાં હાલની તપાસમાં ફસ્ટ કલમ ૩૨.૧૯./૩૭૮/૪૬૧/૫૧૧ પબ્લિક એકટ ૩ મુજબ ફરિયાદી શૈલેષકુમાર નારણભાઈ પ્રજાપતિ, બકલ નંબર ૭૧૬ ની દાખલ કરી ઠાસરા પોલિસ ઇન્ચાર્જ પીએસાઈ જી.કે ભરવાડ ઘ્વારા આગળની તપાસ હાથ ધરી છે.