ખેડા જિલ્લાના નડીઆદ માઈ મંદિરમાં આ વર્ષે નવરાત્રિ ના ગરબા નહીં યોજાય
કોરોનાની મહામારી ને લઈ માઈ મંદિર ના પ.પુજય શ્રી માઈ ધર્માચાર્ય હરેન્દ્ર મહારાજ દ્વારા નિર્ણય લેવાયો છે કે નડીઆદ શહેરના લોકો માઈ મંદિર મા ગરબા રમવા માટે આવે છે અને માઈ મંદિરમા છેલ્લા ૭૦ વર્ષ થી માઈ મંદિર મા ગરબા થાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસ ને લઈ નવરાત્રી ના ગરબા નહી થાય તેવુ માઈ ધર્માચાર્ય હરેન્દ્ર મહારાજે જણાવ્યું હતું શ્રી માઈ મંદિર – નડિઆદ ‘ મા ’ ના મંગલ વધામણા શ્રી આસો નવરાત્રિ મહોત્સવ : હાર્દિક નિમંત્રણ : પ્રારંભ : આસો સુદ -૧ તા . ૧૭/૧૦/૨૦૨૦ , શનિવાર ઘટ સ્થાપન , અખંડ જ્યોત સ્થાપન , જાગ સ્થાપન સવારે ૭ – પર થી ૯-૧૯ લલીતા પંચમી : આસો સુદ -૪ / ૫ તા . ૨૦/૧૦/૨૦૨૦ , મંગળવાર કુમકુમ અર્ચના – સવારે ૯ થી ૧૨ કુમકુમ પ્રસાદી – સાંજે પ -૩૦ કલાકે પ્રાપ્ત થશે . અષ્ટમી : આસો સુદ -૮ તા . ૨૪/૧૦/૨૦૨૦ , શનિવાર નવચંડી યજ્ઞ – પૂર્ણાહુતી – સાંજે પ -૩૦ કલાકે ચાચર દર્શન – રાત્રે ૯-૦૦ કલાકે મધ્યરાત્રી ૧૨ કલાકે નીજ મંદિરમાં શ્રી માઈની આરતી નવમી / દશેરા : આસો સુદ -૯ / ૧૦ તા . ૨૫/૧૦/૨૦૨૦ , રવિવાર શ્રી માઇને અન્નકુટ અર્પણ થશે – અન્નકુટની આરતી બપોરે ૧૨-૩૦ કલાકે દરરોજ સવારે ૮-૦૦ વાગે મંગલા આરતી , રાત્રે ૮-૦૦ કલાકે નૃત્ય આરતી થશે . મા ” ની આરતી – પૂજા – દર્શન મંદિરના ફેસબુક પેજ ઉપર લાઇવ કરવામાં આવશે .
www.facebook.com/shrimaimandir વિશેષ નોંધ : વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓને પ્રાર્થના કરવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . મંદિર પરિસરમાં પ્રવેશ કરતાં પહેલા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો . માસ્ક પહેર્યા વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં . સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે . પ્રતિવર્ષની પરંપરા મુજબ “ મા ” ની પૂજા – અર્ચના , પૂજા – પાઠ વગેરે થશે . આ વર્ષે ગરબાનો કાર્યક્રમ બંધ રાખેલ છે . આવો “ મા ” ની ભક્તિ કરીએ અને નિયમોનું પાલન કરી દર્શનનો લાભ પ્રાપ્ત કરીએ (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )