ખેડા જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમોમાં કોવીડ -૧૯ ના નિયમો આકસ્મિક ચકાસણી કરવામાં આવી
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિ૯લામાં હાલ કોરોના વાયરસના શંકાસપદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજોગોમાં ખેડા જિલ્લામાં આવેલા નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કોવીડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે જિ૯લા કલેકટર આઇ.કે. પટેલની સૂચનાને લઇને જિલ્લામાં આવેલ આવા એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે . નડિયાદ શહેરની જી. આઇ.ડી.સી માં આવેલ આવા મોટા ઔદ્યોગિક એકમોની આજે આકસ્મિક ચકાસણી શહેર મામલતદાર પ્રકાશ ક્રિસટી, લેબર ઓફિસરની કચેરીના પ્રતિનિધિઓ, જિ૯લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિઓ તેમજ ફેકટરી ઇપેકટરની કચેરીના અધિકારીઓ અને પ્રતિનિધિઓ તથા નગરપાલિકાના દેવેન્દ્રભાઈ પણ આ ચકાસણીમાં જોડાયા હતા.*