ખેડા જિલ્લામાં ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના અંતર્ગત ૬૦,૬૦૮ લાભાર્થીઓને ૮.૦૯ કરોડની સહાય ચુકવાઈ

નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો
(માહિતી) નડિયાદ, સમગ્ર વિશ્ર્વની સાથ સાથે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ઇપ્કોવાલા હોલમાં કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, માતુશક્તિ દરેક જીવમાં જીવનનો સંચય કરે છે.
ધરતી પરના દરેક પ્રાણી અને માનવીને માતા પોતાની કુંખમાં ઉછેરે છે અને તેને જીવન આપે છે. તે તેના બાળકને પાળે-પોષે છે અને આ જીવમાં જીવનનો સંચય કરે છે. તેઓ શ્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ થીમથી આ દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષની થીમ # Gender Equality today for a Sustainable Tomorrow રાખેલ છે. મહિલા દિનની ઉજવણી પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિધ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે.
નારીનું જયાં ગૌરવ જળવાય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરાયો છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિમાં પહેલેથી જ માતા, બહેન અને દિકરીને માન-સન્માનથી જાેવામાં આવે છે. છેલ્લા સૈકાઓનો અભ્યાસ કરીએ અને આજના સમયમાં જાેઇએ તો ભારતની અનેક નામી અનામી મહિલાઓએ અનેક પરાક્રમો કરી નામના મેળવી છે.
આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ છે. દરેક ક્ષેત્રમાં તેઓ નામના મેળવી રહિ છે. કુટુંબના ભરણ પોષણની સાથે સાથે કટુંબના આર્થિક અને સામાજીક ઉત્સ્થાનમાં મદદ કરી રહિ છે.
ખેડા જિલ્લામાં ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના અંતર્ગત હાલમાં કુલ ૬૦,૬૦૮ લાભાર્થીઓને કુલ ૮.૦૯ કરોડની સહાય DBT ના માધ્યમથી સીધા તેઓના ખાતામાં જમા કરાવેલ છે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૧,૭૫૭ લાભાર્થી દિકરીઓને કુલ ૧૯.૩૨ કરોડની સહાય મંજુર કરાયેલ છે.
જિલ્લામાં સેક્સ રેશીયો વર્ષ ૨૦૨૦-૨૧ના માં ૯૫૭ થયેલ છે. મહિલાઓ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર ખેડા જિલ્લામા જિલ્લા સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના લાભો મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને એનાયત કરાયા હતા.