ખેડા જિલ્લામાં તાલીમ પામેલા યોગ ટ્રેનર દ્વારા યોગ જાગૃતિ પદયાત્રાનું આયોજન કરાયું

(તસ્વીર – સાજીદ સૈયદ, નડિયાદ) વિશ્વ યોગ દિવસ નિમિતે ખેડા જિલ્લાના હેડ સેન્ટર નડીઆદ ખાતે જિલ્લા યોગ કોચશ્રી પ્રદીપકુમાર દલવાડીના નેતૃત્વમાં તાલીમ પામેલા યોગ ટ્રેનર દ્વારા યોગ જાગૃતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ પ્રોગ્રામમાં જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા અધ્યક્ષ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું . અંતમાં આ પદયાત્રામાં તેઓશ્રીએ લીલી ઝંડી બતાવી રેલીને વિદાય કરી હતી . આ રેલીમાં યોગ કોચ પ્રદીપ દલવાડી અને જિલ્લા ટ્રેનર્સ યાત્રામાં જાેડાયા હતા .
આ રેલી ઇપ્કોવાલા હોલથી શરૂ થઈ અને સંતરામ થઈ નડીઆદ બસસ્ટેન્ડ અને સરદાર પટેલના સ્ટેચ્યથી રીટર્ન થવા પામી હતી . ઇસ્કોવાલા હોલમા વિરામ અપાયો હતો . આ યાત્રામાં સૌ ગ્રામજનોએ કરો યોગ રહો નિરોગ અને જન જન કે ઘર જાયેંગે કોરોનાકો ભગાવેંગેના નારા સાથે સમગ્ર નડીઆદ ગુંજી ઉઠ્યું હતું . સાથે મહારાજશ્રીના આશિર્વાદ લઇ સર્વે ઉપસ્થિત મહાનુભાવોના આશીર્વચન લીધા હતા .*