ખેડા જિલ્લામાં દસ તાલુકાઓમાં તા.૧૭ જૂને કૃષિ મહોત્સવ યોજાશે
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના કૃષિકારોને અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે જિલ્લાના દરેક તાલુકા દીઠ ખરીફ સીઝનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તા.૧૭/૦૬/૨૦૧૯ના રોજ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મહોત્સવની સાથે સાથે આધુનિક પશુપાલન અંગે નિષ્ણાતો પશુપાલકોને માર્ગદર્શન આપશે તેમજ પશુ આરોગ્ય મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખેડા જિલ્લામાં તાલુકા દીઠ યોજાનાર કૃષિ મહોત્સવના સ્થળોની વિગતો નીચે મુજબ છે. જિલ્લાના ખેડૂતોએ કૃષિ મહોત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા? ખેતીવાડી અધિકારીશ્રી સોનારાએ જણાવ્યું છે.
નડિયાદ તાલુકાનો કૃષિ મહોત્સવ નરસંડા પ્રાથમિક શાળા ખાતે, વસોનો કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનીક કોલેજમાં, માતરનો એ.પી.એમ.સી. લીંબાસી ખાતે, ખેડાનો મુખ્ય? ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામમાં, મહેમદાવાદનો પ્રાથમિક શાળા, વાંઠવાળી, મહુધાનો બાવીસ ગામ પાટીદાર વાડીમાં, કપડવંજનો એપીએમસી, કપડવંજ ખાતે, ઠાસરાનો ખેડૂત તાલીમ કેન્દ્ર, ઠાસરા ખાતે તેમજ ગળતેશ્વર તાલુકાનો કૃષિ મહોત્સવ સ્વામિનારાયણ મંદિર, સેવાલિયા ખાતે યોજાશે.
આ તમામ કૃષિ મહોત્સવ સવારે ૯/૦૦ કલાકે પ્રારંભ થશે. માતર તાલુકાના એપીએમસી લીંબાસી ખાતે યોજાનાર કૃષિ મહોત્સવમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહેશે.*