Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં ૧૪૫૦થી વધુ શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા

નડિયાદ – ખેડા જિ૯લામાં કોરોના મહામારીના પગલે લોક ડાઉનને લઇને ફસાયેલા અંદાજે ૧૪૫૦ જેટલા વધુ શ્રમિકોને નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન યુ . પી . માં જવા માટે સતત ત્રીજા દિવસે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ જિલ લા કલેકટરશ્રી આઇ . કે . પટેલએ જણાવ્યું છે . સતત ત્રીજા દિવસે ઉપડેલી ટ્રેનમાં ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાંથી ઉત્તરપ્રદેશના રહેવાસીઓ વતન જઇ રહયા છે . નડિયાદ રેલ્વે સ્ટેશનથી મોડી સાંજે ઉપડેલી ટ્રેન ગોરખપુર સુધી જશે તેમજ માર્ગમાં આવતા વિવિધ સ્ટેશનો ઉપર યાત્રિકોને પોતાના સ્થળે ઉતરવા માટે ઉભી રહેશે .

જિલ્લા કલેકટરાલય દ્વારા છેલ્લા અઠવાડિયાથી પર પ્રાંતના શ્રમિકોને વતન જવા માટેની રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું જેમાં આજે પણ શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું . ઉત્તરપ્રદેશના ૨૬૦૦ જેટલા શ્રમિકોએ માદરે વતન જવા માટે પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવેલ હતા . જે પૈકી તા . ૪ – ૫ ૨૦૨૦ના રોજ , તા . ૫ – ૫ – ૨૦૨૦ના રોજ અને તા . ૦૬ – ૦૫ – ૨૦૨૦ના રોજ સ્પેશીયલ ટ્રેનો દ્વારા અંદાજે ૨૩૦૦થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન પહોચી ગયા છે . ત્રીજા દિવસે દોડાવવામાં આવેલી ટ્રેનમાં ખેડા જિલ્લાના ખેડા અને માતર તાલુકાના યુ . પીના મૂળ વતનીઓને ખેડા એચ એન્ડ ડી . પારેખ હાઇસ્કૂલ ખાતે મેડિકલ ચેક અપ કરાવી લગભગ ૪૦ જેટલી બસો દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા .

દરેક યાત્રીઓને વહિવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મીનરલ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી . આજે તા . ૦૭ – ૦૫ – ૨૦૨૦ના રૌજ જિ૯ લામાંથી બિહાર અને છત્તીસગઢના ખેડા જિ૯ લામાં રહેતા શ્રમિકો માટે વયવ થા થવાની સંભાવના છે . તેઓ દ્વારા પણ મોટા પાયે રજીસ ટ્રેશન કરાવવામાં આવ્યું આ રાજયની સરકાર દ્વારા મંજૂરી મળતાં આ રાજયના શ્રમિકોને પણ વતનમાં મોકલવા માટેની થવસ થા કરવામાં આવનાર છે

તેમ જિ૯ લા કલેકટરશ્રી આઇ . કે . પટેલએ જણાવ્યું છે . લોક ડાઉનની પરિસ્થિતિમાં વતન જવાની તક મળતા આ શ્રમિકોમાં અનહદ આનંદ વર્તતો હતો તા . ૭ – ૫ – ૨૦૨૦ના રોજ પણ જો અન્ય રાજયમાંથી મંજૂરી મળશે તો સ્પેશીયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે . મોડી સાંજે જિલ્લા પોલીસ વડા શ્રી દિવ્ય મિશ્રએ નડિયાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને યાત્રિકોને શુભેચ્છા પાઠવી હતી . આ પ્રસંગે નડિયાદ રેલ્વે સ્ટેશન માસ્ટર તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.