ખેડા જિલ્લામાં સુશાસન સપ્તાહ સમારોહ યોજાયો

સૌના વિશ્વાસ અને સૌના સાથ થકી મળતી સફળતાનો વિકાસ મંત્ર એટલે ગુડ ગવર્નન્સઃ અર્જુનસિંહ ચૌહાણ
(માહિતી) નડિયાદ, રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી યોજાનારા “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે ખેડા જિલ્લામાં શ્રમ અને રોજગાર વિભાગનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રોજગાર વાંચ્છુઓને નિમણુક પત્રો, એપેન્ટિસશીપ, કરાર પત્રોનું વિતરણ અને ઈ.શ્રમકાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ સહીત મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે આઇ.ટી.આઇ માતરના આચાર્ય કે.વી વ્યાસે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક પ્રવચન કરી આવકાર્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે લાભાર્થીઓને નિમણૂંક પત્રો, કરાર પત્રો અને ઈ.કાર્ડ એનાયત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કૌશલ્યવર્ધક વિકાસ પર ભાર મૂકી રહ્યા છે
ત્યારે આજના યુવાઓમાં રહેલી સ્કિલને ડેવલોપ કરી યુવાઓ રોજગારી પ્રાપ્ત કરતા થાય તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં અદ્યત્તન સુવિધાયુક્ત આઇટીઆઇ નિર્માણાધિન કરાશે. હાલ ખેડા જિલ્લામાં ખાનગી અને સરકારી મળીને કુલ – ૨૯ આઇટીઆઇ કાર્યરત છે.
જેમાંથી વિવિધ વિષયો સાથે નિષ્ણાંત થઇ બહાર આવેલ યુવાધનને તેમની સ્કિલ ઉજાગર કરવા એપ્રેન્ટિસ, નાના ઉદ્યોગોમાં રોકાણ તથા વિવિધ ઉદ્યોગ કંપનીઓ, જાહેર ક્ષેત્રોમાં રોજગારી આપવામાં આવી રહી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં આ વિભાગની શ્રમીક કલ્યાણ યોજના અંતર્ગત કુલ ૧.૨૦ લાખ શ્રમિકોની નોંધણી થઇ ગઈ છે તે તમામને સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવશે. રાજ્ય સરકાર જુદા જુદા ટ્રેન્ડ સાથે કાર્ય કરી રહી છે. આવનાર સમયમાં ઔધોગિક સંસ્થા માટે સરકાર કોઇ કચાસ રાખશે નહીં. સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર સુત્ર જ નહીં પરંતુ સરકારની પ્રજા પ્રત્યેની હૂંફ છે.
કોરોનાના કપળા કાળમાં સરકારે દરેક રાજ્યના શ્રમીક લોકોને રોજગારી આપી છે. સરકાર વંચિતો માટે પ્રમાણિક પ્રયત્ન કરી રહી છે. આશા બહેનો ઘરેઘરે જઇ સ્વસ્થ બાળક જન્મે તેની સર્ગભા બહેનોના આરોગ્યની કાળજી લઇ રહી છે. સરકારે જન્મથી માંડી મૃત્યુ સુધીની અનેકવિધ સહાયો છેવાડાના માનવી સુધી પહોંચતી કરી છે.
ઔધોગિક વિકાસ માટે આપણે તાલીમબધ્ધ યુવા વર્ગની જરૂર છે. અત્યારે ગર્વથી કહી શકીએ કે કુશળ ભારત કુશળ ગુજરાત, સશક્ત અને સામર્થ્ય બને ગુજરાત. ગુજરાત રાજ્ય રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે.
આ પ્રસંગે ખેડા જિલ્લાના પ્રભારી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી મતી મનીષાબેન વકીલે ગુજરાત રાજ્યની સુશાસનની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે રાજ્યમાં ગત તા. ૨૫ થી આગામી તા. ૩૧ મી ડિસેમ્બર – ૨૦૨૧ દરમ્યાન ચાલનારા આ સુશાસન સપ્તાહ દરમ્યાન રાજ્યનાં વિવિધ વિભાગોનાં જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાયા.
આ કાર્યક્રમો થકી સરકાર સામે ચાલીને લાભાર્થીઓને લાભાન્વિત કરી રહી છે. અને એટલે જ ગુજરાત રાજ્ય સમગ્રયતા પ્રથમક્રમે રહ્યું છે અને એમાં પણ રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે.