Western Times News

Gujarati News

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ,  સંકલિત બાળ વિકાસ સેવા યોજના ( આઇસીડીએસ ) દ્વારા પુરક પોષણ , રસીકરણ સંદર્ભ , સેવા આરોગ્ય તપાસ , પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્ય શિક્ષણ જેવી મહત્વની સેવાઓ પુરી પાડવામાં આવે છે . આ યોજના હેઠળ આંગણવાડી માધ્યમથી સ્કીમ ફોર અડોલેશન ગર્લ્સ ( એસએજી ) ,

પૂર્ણા યોજના વિગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦-૬ વર્ષના બાળકો , સગર્ભા માતાઓ , ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે . ખેડા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના ( આઇસીડિએસ ) માં કુલ ૧૫ ઘટકમાં કુલ ૭૯ સેજા સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે . આ સેજાઓમાં કુલ -૧૯૭૯ આંગણવાડી કેન્દ્રો હાલમાં કાર્યરત છે .

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ સવારે ૧૦/૩૦ કલાકે આંગણવાડી ૩-૬ વર્ષના બાળકોને રાજય કક્ષાનો ગણવેશ વિતરણનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો . જેમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આંગણવાડી કેન્દ્રોના ૩-૬ વર્ષના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો . નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના વરદ હસ્તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો .

જિલ્લા કક્ષાના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લાના ૩ થી ૬ વર્ષના બાળકોને ખેડા જિલ્લાની તમામ આંગણવાડિના બાળકો માટે કુલ ૫૬,૯૪૮ થી વધુ ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું . ખેડા જિલ્લામાં આવેલ કુલ ૧૯૭૯ આંગણવાડિ કેન્દ્રોમાં માહે મે -૨૦૨૧ માં ૦ થી ૬ વર્ષના કુલ ૧,૮૦,૪૫૩ બાળકો નોંધાયેલા છે . સગર્ભા માતાઓ કુલ ૧૬,૧૮૧ અને ધાત્રી માતાઓ કુલ ૧૪,૨૧૧ નોંધાયેલ છે . તેમજ કિશોરીઓ ૪૯,૯૮૧ નોંધાયેલ છે .

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી , જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે , ખેડા જિલ્લા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ ના ચેરમેન શ જશોદાબેન વાઘેલા , આઇસીડિએસના અધિકારી સહીત આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી બાળકો તેમની માતાઓ સાથે ઉપસ્થિત રહયા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.