ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ૨૦ યોગ કોચ ટ્રેનરને પ્રમાણપત્ર અપાયા
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ૨૦ યોગ કોચાટ્રેનરને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાનેથી ” હવે તો બસ એક જ વાત , યોગમય બને ગુજરાત ” થીમ ઉપર સાતમા વિશ્વ યોગ દિવસ -૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી .
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી , રમતગમત વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ , ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ યાદવ , ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા . તે ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી.વી.સોમ ઉપસ્થિત રહ્યા હતાં .
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૨૧ જુન -૨૦૨૦ થી ૨૧ જુન -૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા . જેમાં યોગ ટ્રેનીંગ સફળતાપુર્વક પૂર્ણ કરેલ યોગ કોચ / યોગ ટ્રેનરને મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમના નિવાસસ્થાનેથી પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં .
જ્યારે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ૨૦ યોગ કોચ ટ્રેનરને સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ , કલેક્ટરશ્રી કે.એલ.બચાણી તેમજ અધિક નિવાસી કલેક્ટરશ્રી રમેશ મેરજાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતાં . આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ર્ડા.અમીતભાઇ ચૌધરી , જિલ્લા યોગ કોચ શ્રી પ્રદિપભાઇ દલવાડિ , જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અક્ષયભાઇ મકવાણા , જિલ્લા યોગ કોચ શ્રી મીનલભાઇ પટેલ , પ્રાંત યુવા અધિકારીશ્રી ર્ડો . ચેતનભાઇ શીયાણીયા સહિત ટ્રેઇનરો ઉપસ્થિત રહયા હતા .