ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના નયનાબેન પટેલ ચુંટાયા
ખેડા જિલ્લા પંચાયતની બાકીના દિવસ માટે પ્રમુખ ઉપપ્રમુખની ખાલી પડેલી બેઠકો માટે આજે જિલ્લા પંચાયતના ના હોલમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણીમાં ભાજપના નયનાબેન પટેલ ને રિપીટ કરવામાં આવ્યા છે બાકીના અઢી વર્ષ માટે નયનાબેન પટેલ પ્રમુખનો તાજ શોભાવસે ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકો માંથી ૨૮ બેઠકો ભાજપના ફાળે છે
જ્યારે બાકીની બેઠકો ૧૬ પર કોંગ્રેસ છે આમ જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અઢી વર્ષ પહેલા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપની બહુમતી હોય ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે નયનાબેન પટેલને મેન્ડેટ આપ્યું હતું અને નયનાબેન પટેલ વિજય બન્યા હતા
જોકે નયનાબેન પટેલ ને અઢી વર્ષ પુરા થતા હોય બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવા આજે ચૂંટણી યોજાઇ હતી જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભાજપે નયનાબેન ને રીપીટ કરવા તેમને મેન્ડેટ આપ્યું હતું એટલે ગઈકાલે નયના પટેલ ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોધાવી હતી
જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે બાબુભાઈ સોલંકી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આજે યોજાયેલી ચૂંટણીમાં નયનાબેન પટેલ ને ૨૮ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના બાબુભાઈ ને માત્ર ૧૬ મત મળતા ચૂંટણી અધિકારી તરીકે હાજર રહેલા જિલ્લા કલેકટર આઈ. કે .પટેલે નાયનાબેન પટેલ ને પ્રમુખ પદે વિજય જાહેર કર્યા હતા જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપમાંથી બાબુભાઈ પરમાર ઉભા હતા તેમને પણ ૨૮ મત મળતા તેમને પણ ઉપપ્રમુખ માટે વિજય જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસના રમીલાબેન ભોજાણી ને ૧૬ મત મળતા તેમની હાર થઇ હતી
આમ ખેડા જિલ્લા પંચાયતમાં બાકીના દિવસ માટે નયનાબેન રહેશે નયના બેન એ જણાવ્યું હતું કે સભ્યોએ મારા પર વિશ્વાસ રાખી મને બાકીના દિવસ માટે પ્રમુખ પદનો તાજ અપાવીયો છે ત્યારે હું તેમના વિશ્વાસ સામે ખરી ઉતરીશ તેવુ જણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈએ જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું તથા ખેડા સાંસદ દેવુંસિહ ચોહાણે અભિનંદન પાઠવ્યા હતા મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ગોપાલભાઇ શાહ, જાહનવીબેન વ્યાસ તથા મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)