Western Times News

Gujarati News

ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ નયનાબેને પાણીની સમસ્યા બાબતે હવે જિલ્લાની પ્રજાને હેરાન નહી થવુ પડે તેવી બાંહેધરી આપી

ખેડા જિલ્લા પંચાયત નડિયાદની આજે બપોરે એક વાગે સામાન્ય સભા મળી હતી . આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના ૧૩ કામો સર્વાનુમતે મંજુર થયાં હતાં . પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અઢી વર્ષના શાસનમાં જિલ્લામાં થયેલા વિકાસકામો વિપક્ષોના સાથ સહકારથી ખુબ જ સારા થયા હોવાનું પ્રમુખે જાહેરમાં જણાવ્યું હતું . તેમજ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યાને કારણે પ્રજાને પડતી તકલીફ દુર કરવા દેશ તાલુકાના ૨૨૪ ગામ માટે ૬૭૯ કરોડ સરકારે મંજુર કર્યા છે .

જેના પગલે હવે પછી જિલ્લામાં પાણીની સમસ્યા નહી સર્જાય તેવું તેમણે જણાવ્યું હતું . નડિયાદમાં આવેલ ખેડા જિલ્લા પંચાયતના સભા હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોશ્યલ ડિસ્ટન્સના નિયમોને પાળીને યોજાઈ હતી . જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં આવનાર તમામ સભ્યો તેમજ અધિકારીઓનું ટેમ્પરેચર ગનથી તાપમાનચેક ક્યબાદ સેનેટાઈઝરથી હાથ ધોવડાવી સભાખંડમાં પ્રવેશવા દીધાં હતાં .

સભાની શરૂઆતમાં નયનાબેન પટેલે તમામલોકોનું અભિવાદન કર્યું હતું . ત્યારબાદ એજન્ડા મુજબના ૧૩ કામો લીધાં હતાં . જેસર્વાનુમતે મંજુર થયાં હતાં . મોટાભાગના કામો ઓફિસ લગતાં હતાં . ખાસમાં કામ નં ૧૧ માં માતર તા.પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈનરસિંહભાઈ મકવાણાનું ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૧૯૯૩ ની કલમ ૬૮ ( ૧ ) ની જોગવાઈ મુજબ રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું . ત્યારબાદ જિ.પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે તેમના અઢી વર્ષના શાસન દરમિયાન જિ.પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોની રૂપરેખા રજુ કરી હતી . ખાસ કરીને પાણી પુરવઠા ક્ષેત્રે જિલ્લામાં સારી એવી સિધ્ધી પ્રાપ્ત કરી છે . તેવુ તેમણે જણાવ્યું છે .

જિલ્લાના ઘણાં ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈ જિ.પંચાયત દ્વારા પાણીની સમસ્યા દુર કરવા એક અભિયાન ચલાવ્યું હતું . જેમાં રજુઆતના મારા બાદ સરકાર તરફથી પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવી છે . જેમાં મહેમદાવાદ , ખેડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ સાત તાલુકાના ૧૬ ર ગામો માટે પર ૦ કરોડ રૂપિયા તેમજ ઠાસરા અને ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજના હેઠળ બે તાલુકાના ૬ ર ગામો માટે ૧૫૯ કરોડ મળી ખેડા જિલ્લા માટે જુથ પાણી પુરવઠા યોજના હેઠળ જિલ્લાના ૧૦ તાલુકામાં ૨૨૪ ગામો માટે સરકારે ૬૭૯ કરોડ મંજુર ક્યાં છે . તે ખુબ જ સારી વાત છે તેમ જણાવ્યું હતું . કોઈ કારણસર વરસાદ ખેંચાય તો પણ જિલ્લામાં હવે કોઈ પાણીની સમસ્યાનહી સર્જાય એવુ તેમણે જણાવ્યું હતું . પ્રમુખ નયનાબેન પટેલે તમામ સભ્યોને જણાવ્યુ હતુ કે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે . ત્યારે તમારા વિસ્તારમાં પ્રજાને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા , માસ્ક ધારણ કરવા ,

વારંવાર હાથ ધોવા વગેરે બાબતે જાગૃતતા લાવવા કામ કરવા જણાવ્યું હતું . સભાના અંતમાં ચીન બોર્ડર પર શહીદ થયેલા ૨૦ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા બે મિનીટનું મૌન પાડવામાં આવ્યું હતું . આ સભામાં તમામ સભ્યો , જિ.પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ગઢવી , ધારાસભ્ય ઈન્દ્રજીત પરમાર , કાળુસિંહ ડાભી , કાંતિભાઈ પરમાર , અર્જુનસિંહ ચૌહાણ , વગેરે હાજર રહ્યાં હતાં .

 અત્રે નોંધનીય છે કે મહુધા ના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારે શૌચાલયના બિલો મંજુર કરવામાં ડીઆરડી માં રૂ .૨૦૦૦ લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો . જો કે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરવા બાંહેધરી આપી છે

(તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.