ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદમાં ફલેગ માર્ચનું આયોજન કરાયું
જિલ્લા કલેકટર આઇ.કે. પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર ફલેગ માર્યમાં જોડાયા
નડિયાદ પશ્ચિમ વિભાગમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને પોલીસ અધિક્ષક દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું . જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ , જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર , પ્રાંત અધિકારી એમ . કે . પ્રજાપતિ , ડીવાયએસપી જી.એસ. શ્યાન , મામલતદાર પ્રકાશભાઇ ક્રિસ્ટ્રી , નડિયાદ પશ્ચિમ વિભાગ પોલીસ સ્ટેશનના અધિકારી , પોલીસ કર્મચારીઓ , અધિકારી / કર્મચારીઓ હાજર રહિ ફલેગ માર્ચમાં જોડાયા હતા .
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ બંદોબસ્તમાં રોકાયેલ પોલીસ કર્મીઓ તથા કન્ટેઇનમેન્ટના રહેવાસીઓ સાથે પણ વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો ,
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે , હાલમાં ખેડા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે પરંતુ પ્રજાજનોમાં આ અંગે વધુ સાવચેતી અને કોરોનાથી બચવાના કેન્દ્ર અને રાજય સરકારના નિયમોનું પાલન કરાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા અંગે આજે આ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે