ખેડા જિલ્લા ભાજપના સક્રિય સભ્યોનું મહા સંમેલન મળ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ભારતીય જનતપાર્ટીના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ નડિયાદના ઇપકોવાળા હોલમાં ખેડા જિલ્લા ભાજપના સક્રિય સભ્યોનું મહા સંમેલન યોજાયું હતું .આ પ્રસંગે જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારના ૨૮૦૦ જેટલા સક્રિય સભ્યોને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કરાયા હતા.
ખેડા જીલ્લાની તમામ ૬ વિધાનસભા બેઠકના મંડલ અને શહેર સંગઠનસભ્યોને સક્રિય સભ્ય કાર્ડનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ઉપસ્થિત પાર્ટીના સૌ સક્રિય કાર્યકરોને વરચુઅલ સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું.
નડિયાદમાં જિલ્લા ભાજપના સક્રિય કાર્યકરોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને જિલ્લાના પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા, રાજ્યના બાળ અને મહિલા વિકાસ પ્રધાન અને જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ,
સહ પ્રભારી શકુંતલા બેન મહેતા,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જહાનવીબેન વ્યાસ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલ,જિલ્લા ભાજપના મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ,વિકાસભાઈ શાહ,નટુભાઈ સોઢા પરમાર,
નડિયાદ પાલિકા ભાજપ પ્રમુખ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહીડા સહિત જિલ્લા સંગઠનના કારોબારી સભ્યો,મંડલ અને શહેર ભાજપના સભ્યો યુવા અને મહિલા મોરચાના હોદ્દેદારો ,સભ્યો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિ રહ્યા હતા.