Western Times News

Gujarati News

ખેડા જિલ્‍લામા બાળકોને પોલિયોના રસીકરણમાં ૯૩.૧ ટકા સફળતા મળી  

નડિયાદ:સમગ્ર વિશ્ર્વમાંથી પોલિયોની નાબુદીના ભાગરૂપે તા.૧૯મી જાન્‍યુઆરીના રોજ જિલ્‍લામાં ઇન્‍સેટીસીવફાઇડ પલ્સ  પોલિયોનું આયોજન કરવામાં આવેલ હતું. તદઅનુસાર ખેડા જિલ્લાના વિવિધ સ્થળોએ પોલિયોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારની સાથે સાથે સમાજે પણ તેનું યોગદાન આપ્યુ હતું. ગામડામાં  અને શહેરમાં રસી આપવા લાયક બાળકનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું તેમ જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા. જાગાણીએ જણાવ્‍યું હતું.

તેઓએ જણાવ્‍યું હતું કે, ગલતેશ્ર્વર તાલુકામાં ૯૫ ટકા, કપડવંજ તાલુકામાં ૯૨.૧ ટકા, કઠલાલ તાલુકામાં ૯૧.૨ ટકા, ખેડા તાલુકામાં ૯૧.૮ ટકા, મહુધા તાલુકામાં ૯૨.૨ ટકા, માતર તાલુકા ૯૦.૪ ટકા, મહેમદાવાદ તાલુકામાં ૯૩.૪ ટકા, નડિયાદ તાલુકામાં ૯૪.૧ ટકા, ઠાસરા તાલુકામાં ૯૪.૬ ટકા, વસો તાલુકામાં ૯૪.૪ ટકા બાળકોનું રસીકરણ કરવામાં આવ્‍યું છે. આમ, રસીકરણમાં તા.૧૯મી જાન્‍યુઆરીના રોજ ૯૩.૧ ટકા બાળકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ર્ડા. જાગાણીએ જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં ૩,૨૫,૯૭૭ બાળકોને રસી આપવાના લક્ષ્‍યાંક સામે કુલ ૩,૦૩,૪૫૭ બાળકોને રસી આપવામાં આવી છે. આમ, બાકી રહેલ ૧૭,૨૪૪ બાળકોના રસીકરણ માટે ઘરે ઘરે આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ મુલાકાત લઇ આવા બાળકોને રસી આપશે તેમ જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીએ ઉમેર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.