ખેડા જીલ્લાના માતર ખાતે આવેલા ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો
જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો,
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ મહીનાને ઓડે હજી એક મહિનાથી પણ વધુનો સમય બાકી હોવા છતાં અમદાવાદના જુગારીયાઓએ જુગાર રમવાનું ઘર કરી લીધું છે. અમદાવાદ શહેરમાં પોલીસ હાલ કડક વલણ હોવાને કારણે ખેડા જીલ્લાના માતર ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં જુગાર રમવા ગયેલા શહેરના જમાલપુર વિસ્તારના ર૦ જેટલા જુગારીઓ આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. પોલીસ દરોડા દરમ્યાન રૂ.પાંચ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવણ માસ આવતા જ શહેરમાં ઠેર ઠેર જુગાર રમવાની મોસમ પૂરબહારમાથી ખીલી ઉઠે છે. શહેરની સોસાયટીઓ ગલીઓ અને પોળોમાં પણ ઠેર ઠેર જુગાર રમાતો હોય છે. જ્યારે નબીરાઓ જુગાર રમવા માટે ફાર્મ હાઉસ કે હોટલો પસદ કરતા હોય છે. શ્રાવણ મહિનો શરૂ થવાને હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે. પરંતુ જુગારીઓએ તો જુગાર રમવાનં શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાંક વખતથી પોલીસ જુગારના અડ્ડાઓ સદ્તર બંધ કરાવ્યા હોવાથી હવે જુગારીયાઓએ જુગાર રમવા માટે અમદાવાદની બહાર જાય છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા જુગારીયાઓ ગઈકાલે રવિવારની રજા હોવાથી ખેડા જીલ્લાના માતર ખાતે આવેલા કોઈ સંબંધીના ફાર્મ હાઉસ પર જુગાર રમવા ભેગા થયા હતા. દરમ્યાનમાં કોઈ નાગરીકે આ અંગે ખેડા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દેતા ગઈકાલે પોલીસે માતરના ફાર્મ હાઉસમાં ઓચિંતો જ દરોડો પાડ્યો હોવાની જાણ થતાં જુગારીયાઓએ પોલીસની ચુંગાલમાંથી છટકવાભારે નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી લઈ ર૦ જેટલા જુગારીઓને ઝડપી લઈ લોકઅપ ભેગા કરી દીધા હતા.
પોલીસે આ દરોડા દરમ્યાન મોહમ્મદહુસેન શેખ રહે.ખમાસા ભાટીયાવાડ, જમાલપુર, હાજી મોહમ્મદ શેખ રહે.ખમાસા, જમાલપુર, ગુલામ કુરેશી-ભાટીયાવાડ, જમાલપુર, ફકીર મોહમ્મદ શેખ. (રહે.ખમાસા, ભાટીયાવાડ, જમાલપુર), ઈકબાલ હુસેન શેખ રહે.ખમાસા, જમાલપુર) જુનેદ બાવરચી રહે.ખમાસા ભાટીયાવાડ, જમાલપુર, ઈમરાન મેમણ રહે.જમાલપુર, પગથીયા, મોહમ્મદ ગુલમામદ મેમણ, રહે.વૈશ્યસભા જમાલપુર, યાસિન મિરઝા (રહે.ખમાસા ભાટીયાવાડ, જમાલપુર, મોહમ્મદ સાદીક શેખ રહે.ખાટકીવાડ, ખમાસા, જમાલપુર, પીરમોહમ્મદ શેખ-ખાટકીવાડ, જમાલપુર, રફીક મેમણ,-રહે. દાણીલીમડા અય્યુબ છીપા -રહે.જમાલપુર પગથીયા, રશીદ શેખ, રહે.રાયખડ-જમાલપુર, શાહનવાઝ શેખ (રહે.માધુપુરા, અબ્દુલ ગફુર શેખ રહે.ખમાસા, જમાલપુર, મોહમ્મદ યુનુસ રહે.ખમાસા જમાલપુર, ઈબ્રાહિમ રહે.રાયખડ, ગુલામ આબિદ. રહે.ખમાસા જમાલપુર અને યાસિન કુરેશી, રહે.ખમાસા જમાલપુરને જુગાર રમતા આબાદ રીતે ઝડપી લીધા હતા.
પોલીસે દરોડા રદમ્યાન ઘટનાસ્થળેથી જુગાર રમવાના સાધનો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળી આશરે રૂ.પાંચેક લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માતર પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ફાર્મ હાઉસના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.