ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લએ કોરોના વેકસીનનો ડોઝ લીધો
વિરપુર: છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ દેશ અને દુનીયાના લોકોને ભયભીત બનાવ્યા છે અને તમામ દેશોને પાછળ છોડીને ભારતે કોરોના વાયરસ સામે પ્રતિકાર માટે વેકસીન તૈયાર કરી છે જેની દુનિયાભરના દેશોમાંથી માંગ ઉઠી રહી છે દરમિયાનમાં એવી પણ ગેરમાન્યતા પણ ફેલાઇ રહી છે કે વેકસીનની આડ અસર છે જેથી લોકોના મનમાં ઘર કરી ગયેલ ધેર માન્યતાને દુર કરવા માટે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગ, વિરપુર ગ્રામ પંચાયત તલાટી સહિતના દ્વારા ઠેર ઠેર વેકસીનેશન માટે લોકોને માર્ગદર્શન આપી જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે
ત્યારે આજે વિરપુર આરોગ્ય વિભાગ દ્વારા વિરપુર નગરમાં ઠેર ઠેર ધરે જઈ રસી મુકવામાં આવી હતી જેમાં ખેડા જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ આજ રોજ વેકસીનેશન કયું હતું અને ગેરમાન્યતાથી દુર રહીને તમામ લોકોએ વેકસીનેશન કરાવવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી વેકસીનની કોઇપણ જાતની આડઅસર હોતી નથી અને ખોટી અફવામાં ન પડવા તેમણે અપીલ કરી હતી કોવિશિલ્ડ વેક્સનનો ડોઝ લીધા બાદ પુર્વ પ્રમુખ લોકોને ડર્યા વિના વેક્સિન લેવાની અપીલ કરી હતી, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હું સ્પષ્ટ માનું છું
સિક્યોર વેક્સિન છે. વેક્સિનની કોઇ સાઇડ ઇફેક્ટ નથી જેટલું બને એટલું ઝડપથી આ વેક્સિન લેવી જોઇએ આપણી અને સૌની સેફ્ટી માટે વેક્સિન લેવી જોઇએ પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસી અનેક તબક્કામાંથી પસાર થઈ હોવાથી તેની આડઅસરની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી અનેક નિષ્ણાંતોએ આ રસીની ચકાસણી કરી છે આપણી સેફ્ટી માટે આ વેક્સિન લેવી જોઇએ અને બીજા વ્યક્તિઓને રસી માટે પ્રેરીત કરવા જોઈએ….તસવીર લખાણ- પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લએ કોરોનાની રસી લેવા નજરે પડે છે… પુનમ પગી વિરપુર