Western Times News

Gujarati News

ખેડૂતની ૮ એકર શેરડી કોઈ ઇસમે સળગાવી દીધાની આશંકા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકાના ગુંદીયા ગામના પારસીબાવાના ગામ નજીક આવેલા શેરડીના ખેતરમાં કોઈ ઈસમે રાત્રીના સળગાવી દેતા ભડભડ શેરડી સળગી ઉઠી હતી.આ શેરડી સળગી ઉઠતા નજીક આવેલા ફળિયાના આજુબાજુના ઘરોમાં રહેતા લોકો ચિંતામાં આવી ગયા હતા

પરંતુ સ્થાનિક રહીશોએ આ સળગતી શેરડીને આગ વધુ આગળ વધતા જે હાથ લાગ્યું તે લઈ આગ ઓલવી હતી.જેને કારણે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી.આ શેરડી સળગાવી દેતા ખેડૂતને કાપણી ઉપર આવેલ શેરડીના પાકમાં આશરે ૨ લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.

વાલિયાના ગુંદીયા ગામના ફરોકશા વરીયાવા ઘણા વર્ષોથી આશરે ૬૦ એકર જેટલી જમીનમાં ખેતી કરે છે.ગામની નજીક ચૌધરી ફળિયાની બાજુમાં ૧૨ એકર શેરડી ઓક્ટોબર મહિનામાં વાવી હતી.જે પાક તૈયાર થઈ જતા હાલમાં સુગર માંથી કાપણી આવવાની તૈયારીમાં હતી.

જેમાં ગતરોજ કોઈ અજાણ્યા ઈસમે આ શેરડી સળગાવી દેતા અડધા ઉપરની શેરડી સળગી ગઈ હતી.તે અરસામાં ફળિયાના રહીશોએ આ શેરડી સળગતી હોય તેને ઓલવવા પ્રયાસ કરતા કેટલાય ઘરોમાં આગ લાગતા બચી ગયા હતા.બાર એકર શેરડીના ખેતર માંથી ૮ એકર ખેડૂતની શેરડી સળગી જતા બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.આ આગના બનાવને લઈ ખેડૂતે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવા તજવીજ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.