ખેડૂતાના નામે અરાજકતા ઊભી કરવા પ્રયાસ: રૂપાણી
આણંદ, દેશના ખેડૂતોની વર્ષ ૨૦૨૨માં આવક બમણી કરવાના નિર્ધાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે એ જાણીને વિપક્ષ ડઘાઇ ગયો છે અને બેબુનિયાદી નિવેદનો થકી ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે એ તદ્દન ગેરવ્યાજબી છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે કૃષિ બીલમાં કરેલા સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે એવો મને દ્રઢ વિશ્વાસ છે, એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આંદોલન માત્ર નરેન્દ્ર મોદીની લોકપ્રિય સરકારને બદનામ કરવા માટે ખેડૂતાના નામે ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને વિપક્ષો ખેડૂતાના નામે દેશમાં અરાજકતા ઉભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. એટલે આ આંદોલન “કહી પે નિગાહે કહી પે નિશાના” એટલે કે ખેડૂતોના નામે વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું ષડયંત્ર છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આણંદ જિલ્લાના કરમસદ ખાતે આણંદ-ખેડા-વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે યોજાયેલ કૃષિ સુધાર બીલ-૨૦૨૦ જનજાગરણ અભિયાનમાં ખેડૂતોને સંબોધતા વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત માતા જગતજનની બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે ત્યારે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. અને વારંવાર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવા છતાં દેશ વિરોધી તત્વો દેશમાં અસ્થિરતા અને અરાજકતા સર્જવાના પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસે વર્ષો સુધી રાજનીતિ કરી ખેડૂતોને વ્યાજના ચૂંગાલમાં ફસાવ્યા એટલું જ નહીં પણ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને આપઘાત કરવા પડયા, ગામડાંઓ તૂટતાં ગયા તેના મૂળમાં કોંગ્રેસીઓ અને વિરોધ પક્ષની સરકારો છે.
ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર સરકારે લીધેલાં ર્નિણયોમાં વિરોધીઓ હવનમાં હાડકાં નાંખી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેડૂતોના હિતનું આ કામ ૨૫ થી ૩૦ વર્ષ પહેલાં થવું જાેઇતું હતું તે થયું નહીં અને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોના હિતના પગલાં લીધા જે વિરોધીઓને ખૂંચી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા છ વર્ષમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલાં રામ મંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી, ત્રિપલ તલ્લાક તેમજ અન્ય દેશોમાં વસતા લઘુમતીઓની દેશમાં નાગરિકતા આપવાનું વચન પુરૂં કર્યું છે એટલું જ નહીં ખેડૂતોને ટેકાના ભાવ આયુષમાન ભારત હેઠળ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પુરૂં પાડયું છે જેના પરિણામે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને ખેડૂતોની ઉપજ વધે, યોગ્ય બજારભાવ મળે અને ઉત્પાદિત પાકની ખરીદી માટે ઐતિહાસિક ર્નિણય થકી કૃષિ બીલમાં સુધારાઓ કરી એક દેશ એક બજારનો અભિગમ અપનાવ્યો છે. ત્યારે વિપક્ષે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જાેઇએ. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા એક બાજુ તેમના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બીલ સુધારાની તરફેણ કરી હતી જયારે બીજી તરફ સત્તા ના મળતાં વિરોધ કરીને ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ છે એ સમજાતું નથી.
દિલ્હી ખાતે કેટલાક વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ ખેડૂતોની શંકા કુશંકાના સમાધાન માટે કેન્દ્ર સરકારનું મન હંમેશા ખુલ્લું છે એવું વડાપ્રધાને કહ્યું છે એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ખેડૂતો માટે સરકારનું મન હંમેશા ખુલ્લું છે. એમની સરકાર હતી તો કેમ એમણે આ કામ ન કર્યું ? અમારી સરકારે તો અનેકવિધ હિંમતભર્યા ર્નિણયો કરીને ખેડૂતોના પડખે ઉભા રહ્યા છીએ એટલે જ દેશના ખેડૂતોના આશીર્વાદ અમારી સાથે છે અને એમની શંકાનું સમાધાન કરીશું જ એવો ખેડૂતોને વિશ્વાસ છે એટલે ખેડૂતો અમારી સાથે જ છે. મુખ્યમંત્રીએ ભૂતકાળમાં કોંગ્રેસ શાસનના રાજયમાં ખેડૂતોને ૧૮ ટકા વ્યાજે પાક ધિરાણ મળતું હતું.
અમારી સરકાર ખેડૂતોને માત્ર ૦ ટકા વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ આપે છે. કોંગ્રેસમાં હિંમત હોય તો રાજસ્થાનમાં ૦ ટકા વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ અપાવે એટલું જ નહીં ભૂતકાળમાં મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારે ખેડૂતોના કેટલાં દેવા માફ કર્યા તેનો હિસાબ ગુજરાતની કોંગ્રેસ આપે એવો ખૂલ્લો પડકાર તેમણે ફેંકયો હતો. કેન્દ્રની ભાજપ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળ ૬ હજાર ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જમા કરાવે છે. આમ દર વર્ષે કેન્દ્ર સરકાર રૂા. ૭૫૦૦૦ હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધેસીધા જમા કરાવે છે. આગામી તા. ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાઇના જન્મદિને દરેક ખેડૂતના ખાતામાં રૂા. બે હજારનો હપ્તો વડાપ્રધાન જમા કરાવશે.SSS