Western Times News

Gujarati News

ખેડૂતોના ખભે બંદુક રાખીને ખોટા લોકો બોલી રહ્યા હતા: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra modi)એ કહ્યું હતું કે જેમણે ખેડૂતો (Farmar)સમક્ષ જૂઠ્ઠણાં ઉચ્ચાર્યા હતા એ લોકો હવે ખેડૂતોના ખે બંદુક રાખીને વાર કરી રહ્યા હતા. આ લોકોએ અત્યાર સુધી ખેડૂતોને છેતર્યા. હજુ પણ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.

ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે ભાજપના કાર્યકરોને સંબોધતાં તેમણે કહ્યું કે હવે તમારી ભાજપના કાર્યકરોની ફરજ છે કે તમે ખેડૂતો વચ્ચે જઇને સરળ ભાષામાં કૃષિ ખરડાનું સત્ય સમજાવો. આ ખરડાથી ખેડૂતોને અચૂક લાભ થશે. પોતાને જ્યાં વધુ ભાવ મળે ત્યાં ખેડૂત પોતાનો પાક વેચી શકશે.  ખાસ કરીને નાના ખેડૂતોને આ ખરડાનો લાભ વધુ મળશે. હવે ખેડૂત પોતે નક્કી કરી શકે છે કે મારા પાકનો મને ક્યાં વધુ સારો ભાવ મળે છે. જ્યાં મળે ત્યાં એ પોતાનો પાક વેચી શકશે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોને અંધારામાં રાખીને છેતરનારા લોકો હવે ખેડૂતોના ખભે બંદુક મૂકીને ધડાકા કરી રહ્યા હતા. ખેડૂતોના મનમાં ગેરસમજ હોય તો એ દૂર કરવાની આપણા સૌની ફરજ છે. તેમણે કહ્યું કે યુપીએની સરકારે ફક્ત 20 લાખ કરોડની લોન ખેડૂતોને આપી હતી.  આપણે 35 લાખ કરોડથી વધુ રકમની લોન ખેડૂતોને આપી હતી.

વડા પ્રધાને એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકોએ ખેડૂતોને બદલે પોતાનું હિત નજર સામે રાખીને ખેડૂતોને કાયદાની આંટીઘુંટીમાં ફસાવી રાખ્યા હતા જેથી ખેડૂતો પોતાનો પાક સારા ભાવે વેચી શકતા નહોતા. આપણે લઘુતમ ટેકાના ભાવ વધાર્યા. અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ સહાય ખેડૂતોને આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.