ખેડૂતોના ધરણાં ખતમ કરવા નરેશ ટિકૈતે કરેલી જાહેરાત
નવી દિલ્હી, દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા અને અલગ-અલગ જગ્યાએ થયેલી હિંસા બાદ ખેડૂતોના આંદોલનને લઇને વિરોધના સ્વર તેજ થઈ રહ્યા છે. નવા કૃષિ કાયદાઓના વિરોધમાં લગભગ ૨ મહિનાથી યૂપી અને ગાઝીપુર બૉર્ડર પર તંબૂ તાણીને બેઠેલા ખેડૂતોને હટાવવા માટે પોલીસે કમર કસી લીધી છે. આ માટે ધરણા સ્થળોના વીજળી-પાણી કાપી દેવામાં આવ્યા છે અને અર્ધસૈનિક દળોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે. તો ‘બડે ટિકૈત સાહબ’ના નામથી જાણીતા નરેશ ટિકૈતે ધરણા ખત્મ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. તો આ પહેલા રાકેશ ટિકૈતે આની
બિલકુલ અલગ ધરણા ખત્મ ના કરવા અને સરેન્ડર ના કરવાની જાહેરાત કરી છે.
નરેશ ટિકૈતે ગાઝીપુર બૉર્ડરથી ધરણા ખત્મ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે તમામ સુવિધાઓ કટ કરી દેવામાં આવી છે, વીજળી-પાણી કાપી દેવામાં આવ્યા છે, પોલીસ ખેડૂતોની મારઝુડ કરે તેનાથી સારું છે કે ધરણા ખત્મ કરી દેવામાં આવે. ખેડૂત નેતાઓ તેમની સાથેના લોકોને સમજાવે અને ત્યાંથી હટી જાય. તો રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ગોળી ચાલશે, અમે સરેન્ડર નહીં કરીએ. બીજેપીના ધારાસભ્યો ૧૦૦ લોકોને લઇને આવ્યા છે અહીં માહોલ બગાડવા, અહીં જાે કંઈ થયું તો જવાબદારી પોલીસતંત્રની હશે. મારી ધરપકડ બાદ શું થશે એ મને ખબર છે.
તો ગાઝીપુર બૉર્ડર પર રહેલા પ્રીત વિહારના એસીપી વિરેન્દ્ર પુંજે કહ્યું કે, ખેડૂતોએ આપમેળે ગાઝીપુર બૉર્ડર ખાલી કરી દેવી જાેઇએ. અમે તો પહેલા પણ શાંતિની અપીલ કરી હતી, આજે પણ કરી રહી છે. ગાઝીપુર બૉર્ડરને બંને તરફથી બંધ કરી દેવામાં આવી છે. ટ્રાફિકને રોડ નંબર ૫૬, અક્ષરધામ અને નિઝામુદ્દીન માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ગાઝીપુર બૉર્ડર પર કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી છે.SSS