ખેડૂતોના નરસંહારવાળા હેશટેગ ઉપર સરકારની ટ્વીટરને નોટિસ
નવી દિલ્હી, અત્યારે ચારેકોર ખેડૂતો આંદોલન ચર્ચાનો વિષય છે. ૨ મહિનાથી પણ વધારે સમયથી ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ખેડૂતોના નરસંહારવાળા ટિ્વટર હેશટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મુદ્દે ટિ્વટરને નોટિસ પણ મોકલી છે.
નોટિસમાં સરકારે જણાવ્યું છે કે, ટિ્વટરે સરકારની વાત ન માની તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે.