ખેડૂતોના સમર્થનમાં ‘એવોર્ડ વાપસી’, પ્રકાશ સિંહ બાદલ અને ઢીંઢસાએ પરત કર્યા પદ્મ સન્માન
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરોધમાં દેશમાં ખેડૂતો મોટાપાયે આંદોલન કરી રહ્યા છે અને હવે તે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ એ કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધું છે. બીજી તરફ, અકાલી દલના નેતા રહેલા સુખદેવ સિંહ ઢીંસસા એ પણ પોતાના પદ્મ ભૂષણ સન્માનને પરત કરવાની વાત કહી છે.
પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો, ખેડૂતો પર એક્શનની નિંદા કરી અને તેની સાથે જ પોતાનું સન્માન પરત કર્યું છે.
પોતાનો પદ્મ વિભૂષણ સન્માન પરત કરતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી પાસે બીજું કંઈ નથી. હું જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે તો કોઈ પ્રકાના સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.
પ્રકાશ સિંહ બાદલે વધુમાં લખ્યું કે ખેડૂતોની સાથે જે રીતની છેતરપિંડી કરવામાં આવી છે તેનાથી ખૂબ જ દુઃખી છું. ખેડૂતોના આંદોલનને જે રીતે ખોટા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી રહી છે, તે દુખદ છે.